BAPS સ્વામીનારાયણ મંદિર - નીસડન ખાતે ખુલ્લો મૂકાયો દિવાલી ઇન લંડન-૨૦૧૮

Wednesday 10th October 2018 06:45 EDT
 
 

લંડનના મેયર દ્વારા દર વર્ષે યોજાતો દિવાલી ઇન લંડન-૨૦૧૮ કાર્યક્રમ બીજી ઓક્ટોબરના રોજ નીસડન સ્થિત BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર ખાતે ખુલ્લો મૂકાયો હતો. આ પ્રસંગે મંદિરના ટ્રસ્ટીઓ, વિવિધ હિન્દુ સંસ્થાઓના અગ્રણીઓ, કાઉન્સિલર્સ, બ્રેન્ટ કાઉન્સિલના લીડર મુહમ્મદ બટ્ટ, ધ રોયલ બ્રિટિશ લીજનના રોબર્ટ લી સહિત વિવિધ ક્ષેત્રના ૧૫૦થી વધુ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. હિન્દુ-શીખ-જૈન સમુદાય દ્વારા ઉજવાતા પ્રકાશના પર્વ દિવાળીની આ વર્ષે ટ્રફાલગર સ્કવેરમાં ઉજવણી વેળા પ્રથમ વિશ્વ યુદ્ધમાં ભારતના યોગદાનની યાદ તાજી કરવામાં આવશે.
હાલમાં પ્રથમ વિશ્વ યુદ્ધની શતાબ્દીના સમાપનનું શતાબ્દી વર્ષ ઉજવાઈ રહ્યું છે ત્યારે આ યુદ્ધમાં પોતાના જીવનનું બલિદાન આપનાર ભારતીય સૈનિકોને સ્મરણાંજલિ અર્પીને તેમના પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરાશે. ટ્રફાલગર સ્કવેર ખાતે ૨૮ ઓક્ટોબરના રોજ બપોરના ૧થી સાંજના ૭ વાગ્યા સુધી થનારી દીપોત્સવની ઉજવણીમાં હજારો પર્યટકો અને લંડનવાસીઓ ઉમટી પડશે અને આબાલવૃદ્ધ સહુ કોઇ
ઉમંગ-ઉલ્લાસભેર ગીત-સંગીત, નૃત્ય, પરંપરાગત ખાણીપીણી અને મનોરંજનની મજા
માણશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter