CP & SO ભારતીય કોમ્યુનિટીએ દિવાળી ઉજવી

Wednesday 04th December 2024 04:05 EST
 
 

લંડનઃ કારપેન્ડર્સ પાર્ક અને સાઉથ ઓક્સહે ઈન્ડિયન કોમ્યુનિટી દ્વારા આનંદપૂર્વક દિવાળીના ઉત્સવની ઊજવણી કરાઈ હતી. ઊજવણીમાં મનભાવન રંગોળીએ બારીક ડિઝાઈન્સ અને ચમકીલા રંગો સાથે બધાને મંત્રમુગ્ધ બનાવ્યા હતા. બાળકોને દિવાળીનું અર્થપૂર્ણ મહત્ત્વ શીખવવા જ્ઞાન અને મનોરંજનના સંમિશ્રણ તરીકે ક્રીએટિવ પ્રોપ્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

કોમ્યુનિટીના ઉપસ્થિત લોકોએ મહેંદીની કળા, સ્વાદિષ્ટ ભોજન અને ડ્રિન્ક્સની લહેજત માણી હતી તેમજ વિશિષ્ટ આઈટ્મ્સ સાથે વિવિધ સ્ટોલ્સ પણ રખાયા હતા. આકર્ષક ગેઈમ્સ અને પ્રવૃત્તિઓથી આબાલવૃદ્ધ સહુને મઝા આવી હતી. ઉત્સવના વાતાવરણમાં હાસ્ય, સાંસ્કૃતિક ગૌરવ અને મજબૂત સામુદાયિક ભાવનાએ રંગ રાખ્યો હતો અને તમામ માટે દિવાળીની ઊજવણી વિશિષ્ટ સંભારણાના અનુભવ સમાન બની રહી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter