GHS માં ભજન ભોજન પ્રોગ્રામ અને મકરસંક્રાંતિની ઊજવણી

Wednesday 28th January 2026 06:23 EST
 
 

પ્રેસ્ટનઃ ગુજરાત હિન્દુ સોસાયટી (GHS) માટે નવા વર્ષનું આગમન આનંદપૂર્ણ રહ્યું હતું. રવિવાર 18 જાન્યુઆરીએ બાળકો માટે પ્રથમ ભજન ભોજન પ્રોગ્રામ યોજવામાં આવ્યો હતો. આ ઈવેન્ટમાં પતંગ બનાવવાનો વર્કશોપ રખાયો હતો જેનાથી બાળકો માટે ઉત્સાહ અને અર્થસભર ઊજવણીનો માહોલ રચાયો હતો.

અગાઉ, મંદિર ખાતે 14 જાન્યુઆરીએ મકરસંક્રાંતિનો ઉત્સવ ઉજવાયો હતો. ભક્તો પોતાની સાથે પરંપરાગત તલના લાડુ લાવ્યા હતા અને બધા સાથે વહેંચ્યા હતા. મકરસંક્રાંતિની વાર્ષિક ઊજવણીના ભાગરૂપે સોસાયટી દ્વારા પતંગ બનાવવાનું વર્કશોપનું આયોજન કરાય છે જ્યાં બાળકો પોતે જ પતંગો બનાવે છે અને ઘેર લઈ જાય છે.આ વખતે 50થી વધુ બાળકો સાથે મળી ભજનો ગાવા, આરતી કરવા, ભોજનને માણવા અને પતંગ વર્કશોપમાં ભાગ લેવાં એકત્ર થયાં હતાં. શ્રેયા ઘોડકે દર વર્ષે આ વર્કશોપ ચલાવે છે જેના મથકી બાળકો પતંગબાજીના સાંસ્કૃતિક મહત્ત્વ અને ભારતમાં તેના ઐતિહાસિક મહત્ત્વ વિશે જાણે છે.

મલેશિયામાં પાન એશિયા મેન્ટલ એરિથમેટિક ચેમ્પિયનશિપ

આપણા બાળકોએ મલેશિયામાં યોજાએલી પાન એશિયા મેન્ટલ એરિથમેટિક ચેમ્પિયનશિપમાં ભાગ લઈને ગૌરવ વધાર્યું છે. યુકેનું પ્રતિનિધિત્વ કરતી GHS ટીમ ટ્રોફીઓ જીતી લાવી છે જેનાથી સોસાયટી માટે ગૌરવની ક્ષણો રચાઈ હતી. પાંચ વર્ષ અગાઉ આ ઈનિશિયેટિવ શરૂ કરાયો હતો. હાલમાં, 60થી વધુ વિદ્યાર્થીઓ મેન્ટલ એરિથમેટિક ક્લાસીસમાં હાજરકી આપે છે અને એબાકસ સિસ્ટમ થકી શીખે છે. તેમનું સમર્પણ, નિષ્ઠા અને સાતત્યપૂર્ણ સિદ્ધિઓ કાબિલેતારીફ છે. સોસાયટી પ્રોત્સાહન અને સપોર્ટ માટે સહુ બાળકો, તેમના માતાપિતા અને ટ્યુટર્સને અભિનંદન પાઠવે છે.

ભજન ભોજન દિવસ નિમિત્તે પ્રેસિડેન્ટ દશરથભાઈએ બાળકો તથા યુવા પેઢીના વિકાસ અને પ્રેરણા આપવા બદલ તેમના પેરન્ટ્સને બિરદાવ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter