GMA ઈન્સ્પિરેશન લિસ્ટમાં વિવિધ ક્ષેત્રના ભારતીય અમેરિકન અગ્રણીઓનો સમાવેશ

Wednesday 23rd June 2021 06:41 EDT
 
 

સાન ફ્રાન્સિસ્કોઃ ૨૦૨૧માં કોણ AAPI ઈતિહાસ રચશે ? આ પ્રશ્ર ગુડ મોર્નિંગ ઈન્ડિયા અને બીબીસી ન્યૂઝે એશિયન અમેરિકન નેતાઓ, સેલિબ્રિટિઝ, બુદ્ધિજીવીઓ, આંત્રપ્રિન્યોર્સ, એક્ટિવિસ્ટ્સ સહિત ઘણાં લોકોને પૂછ્યો, તે પછી તેમને ગુડ મોર્નિંગ અમેરિકા ઈન્સ્પિરેશન લિસ્ટ માટે તેમની કોમ્યુનિટીના સભ્યોને નોમિનેટ કરવા જણાવાયું હતું.
GMA એ જણાવ્યું કે તેઓ GMA ઈન્સ્પિરેશન લિસ્ટ પ્રકાશિત કરશે. નોમિનેશન લિસ્ટમાં સામેલ લોકોમાં મોટાભાગના ઉભરતા સિતારા છે.
તેમાં ભારતીય એક્ટ્રેસ ફ્રેડા પિન્ટો ભારતીય અમેરિકન મ્યુઝિકલ આર્ટિસ્ટ કિરણ અને નીવીનો સમાવેશ થાય છે. તે ઉપરાંત, ભારતીય અમેરિકન અભિનેતા ડેની પુડીએ ઉભરતી ભારતીય અમેરિકન કલાકાર કુહુ વર્માને નોમિનેટ કરી હતી. એબીસી ન્યૂઝ રિપોર્ટર રીના રોયે બ્રાઉન ગર્લ થેરાપીના સ્થાપક સહજ કોહલી અને ભારતીય અમેરિકન શેફ/લેખક નીક શર્માને નોમિનેટ કર્યા હતા.
શિકાગોમાં એબીસી ન્યૂઝ સ્ટેશન WLS - TVના એંકર રવિ બૈચવાલે ઈલિનોઈસ સ્કૂલ ઓફ પ્રોફેશનલ સાયકોલોજીના એસોસિએટ પ્રોફેસર ડો. રાહુલ શર્માને જ્યારે એરિક હોર્નગેએ કેસાન્ડ્રા મા તથા શિકાગોના નોર્થવેસ્ટર્ન મેડિસીનના લંગ ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામના અમેરિકન ડિરેક્ટર ડો. અંકિત ભારતને નોમિનેટ કર્યા હતા.  
હ્યુસ્ટનમાં KTRK-TVના રિપોર્ટર પૂજા લોધિયાએ એશિયન અમેરિકન હેલ્થવર્કર્સને નોમિનેટ કર્યા હતા. સાન ફ્રાન્સિસ્કોમાં  KGO -TV ના ન્યૂઝ એંકર રેગી એક્વીએ ડો. મોનિકા ગાંધીને જ્યારે રિપોર્ટર ડેવિડ લુઈએ ક્રિસ્ટિન ચેન અને ભારતીય અમેરિકન અભિનેતા, લેખક અને એક્ટિવિસ્ટ મૌલિક પંચોલીને નોમિનેટ કર્યા હતા.
મલાલા ફંડના કો - ફાઉન્ડર મલાલા યુસુફઝાઈએ સાન ફ્રાન્સિસ્કો બે એરિયાના ૧૬ વર્ષીય ચાઈનીઝ ભારતીય અમેરિકન કવયિત્રી જસ્મીન કાપડીયાને નોમિનેટ કર્યા હતા. કોંગ્રેસમેન Ro ખન્નાએ ડો.સ્વાતિ મોહનને, લેખક ડો. સિમરનજીત સિંઘે ગાયિકા/ગીત લેખિકા રવીના અરોરાને, કેથરિન ચુંગે ૧૫ વર્ષીય વિદ્યાર્થિની અને ૨૦૨૦માં ટાઈમ મેગેઝિન દ્વારા સન્માનિત સૌ પ્રથમ કીડ ઓફ ધ યર ગીતાંજલિ રાવ અને એશ્લીન સોને નોમિનેટ કરી હતી.      


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter