GP માસ્ક નહિ પહેરેલા પેશન્ટની સારવારનો ઈનકાર ન કરી શકે

Wednesday 12th August 2020 14:27 EDT
 
 

લંડનઃ NHS ઈંગ્લેન્ડની નવી વિવાદાસ્પદ ગાઈડલાઈન્સ હેઠળ જનરલ પ્રેક્ટિશનર્સ (GP) ચહેરાને ઢાંકતા માસ્ક ન પહેરેલા પેન્શની સારવારનો ઈનકાર કરી શકે નહિ. સરકારની જનતાને સલાહ એવી છે કે હોસ્પિટલ્સ અને GP સર્જરીઝ સહિત NHS સેટિંગ્સમાં ફેસ કવરિંગ કરવું જોઈએ. હવે ફેમિલી ડોક્ટર્સને કહેવાયું છે કે માસ્ક વિનાના પેશન્ટ્સને સંભાળની સુવિધા નકારી શકાય નહિ. હવે ડોક્ટર્સે રુબરુ કન્સલ્ટેશન્સ પણ આપવાં જોઈએ. ડોક્ટરોએ નવી ગાઈડલાઈનને હાસ્યાસ્પદ ગણાવતા કહ્યું છે કે પ્રેક્ટિસીસની અન્ય પેશન્ટ્સ, કેરર્સ અને પ્રેક્ટિસના સ્ટાફ પ્રત્યે પણ જવાબદારી હોય છે.’

NHS ઈંગ્લેન્ડે ડોક્ટર્સને સૂચના આપતા જણાવ્યું છે કે જો પેશન્ટ્સ ફેસ માસ્ક પહેરી શકે તેમ ન હોય અથવા માસ્ક પહેરવાનો ઈનકાર કરે તો પણ તેમને પ્રીમાઈસીસમાં પ્રવેશવા કે સારસંભાળની સુવિધાનો ઈનકાર કરાવો ન જોઈએ. બધા પેશન્ટ્સને આની બરાબર જાણકારી આપવી જોઈએ. હેલ્થકેર સેટિંગ્સમાં લોકોએ ચહેરાને ઢાંકવાની કાનૂની જરુરિયાત નથી. સરકારની સલાહ પ્રાથમિક સંભાળ સેવા સહિત બંધ જગ્યાઓએ ફેસ માસ્ક પહેરવાની છે.

NHS ઈંગ્લેન્ડ દ્વારા તમામ GPને ઈમેઈલ થકી જણાવાયું છે કે પ્રેક્ટિસીસે હવે પેશન્ટ્સની સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખી તેમની સર્જરીઝમાં રુબરુ કન્સલ્ટેશન્સ આપવા જોઈએ. આ સાથે જેઓ ડિજિટલ સેવા ધરાવતા ન હોય કે મેળવી શકતા ન હોય તેમનું પણ ધ્યાન રાખવું જોઈએ તેમજ જરુરી હોય ત્યાં વીડિયો, ઓનલાઈન અને ફોન એપોઈન્ટમેન્ટ્સનો ઉપયોગ પણ કરવો જોઈએ.

ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ એન્ડ સોશિયલ કેરના પ્રવક્તાએ જણાવ્યું હતું કે,‘પબ્લિક ટ્રાન્સપોર્ટ તેમજ શોપ્સ અને સુપરમાર્કેટ્સ જેવાં બંધ સ્થળોએ ચહેરા પર આવરણ લગાવવું ફરજિયાત છે. સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું મુશ્કેલ હોય અને સામાન્યપણે તમે જેમને મળતા ન હો તેમના સંપર્કમાં આવવાનું થાય તેવા હેલ્થકેરના સ્થળો સહિત પબ્લિક સ્પેસીસમાં પણ ચહેરાને ઢાંકતા આવરણની અમે મજબૂત તરફેણ કરીએ છીએ.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter