લંડનઃ NHSમાં GPની અછત હજુ ઓછામાં ઓછાં દસ વર્ષ સુધી રહેશે અને GPને બદલે ફીઝિયોથેરાપિસ્ટ્સ અને ફાર્માસિસ્ટ્સે દર્દીઓની સારવાર કરવી પડશે તેમ સ્ટાફની અછત વિશેના અહેવાલમાં જણાવાયું હતું.
નર્સિસની ટ્રેનિંગ અને વિદેશમાંથી હજારો નર્સિસની ભરતી કરવા પાછળ લગભગ ૧ બિલિયન પાઉન્ડનો ખર્ચ નહિ કરાય તો નર્સિસની અછત પણ હાલ કરતાં ત્રણ ગણી વધીને લગભગ ૧૦,૦૦૦થી વધુની થઈ જશે.

