IHWOની કદરઃ ક્વીન્સ એવોર્ડ ફોર વોલન્ટરી સર્વિસીસની જાહેરાત

Wednesday 02nd June 2021 05:05 EDT
 

લંડનઃ નોર્ધમ્પ્ટનસ્થિત ઈન્ડિયન હિન્દુ વેલ્ફેર ઓર્ગેનાઈઝેશન (IHWO)ને ૨૦૨૧ માટે ક્વીન્સ એવોર્ડ ફોર વોલન્ટરી સર્વિસીસ એનાયત કરવાની જાહેરાત કરાઈ છે. આ એવોર્ડ યુકેના વોલન્ટરી સેક્ટરની સંસ્થાઓને અપાતો સર્વોચ્ચ એવોર્ડ છે. IHWOના કાર્યકરો રોમાંચિત છે કે તેમની ૨૫થી વધુ વર્ષની સેવા અને મહેનતની કદર કરાઈ છે.

હિન્દુઓ અને વ્યાપક સમાજની સામાજિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક અને કલ્યાણની જરુરિયાતોને સંતોષી તેમના જીવનને સમૃદ્ધ બનાવવા અભૂતપૂર્વ પ્રયાસોની કદર સ્વરુપે IHWOને આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. IHWOના પ્રતિનિધિઓ ઉનાળાના ઉત્તરાર્ધમાં લોર્ડ લેફ્ટનન્ટ ઓફ નોર્ધમ્પ્ટનશાયર, મિ. જેમ્સ સૌન્ડર્સ વોટ્સન પાસેથી એવોર્ડ ક્રિસ્ટલ અને સર્ટિફિકેટ પ્રાપ્ત કરશે. સંસ્થાના બે વોલન્ટીઅર મે ૨૦૨૨માં બકિંગહામ પેલેસમાં યોજાનારી ગાર્ડન પાર્ટીમાં પણ હાજરી આપશે.

IHWOના ચેરપર્સન નીલમ અગ્રવાલ-સિંહ MBE DL JPએ જણાવ્યું હતું કે, અમારી અભૂતપૂર્વ ટીમની કામગીરીની કદર કરાયાની મને ખુશી છે. આ વિશિષ્ટ સન્માન છે અને એક સંસ્થા તરીકે અમે રોમાંચ અનુભવીએ છીએ.અમારી ટીમ કોમ્યુનિટીની જરુરિયાતોની સેવા માટે સમર્પિત છે અને આ પ્રતિબદ્ધતાની સ્વીકૃતિ હંમેશાં ગૌરવ અપાવે છે.’

IHWO સ્થાનિક કોમ્યુનિટીના જીવનને સમૃદ્ધ કરતી ગતિશીલ, વિકાસશીલ સ્વૈચ્છિક સંસ્થા છે. તે વાર્ષિક દીવાળી ઉજવણીમાં નોર્ધમ્પ્ટન ટાઉનને પ્રકાશિત કરવા માટે પ્રખ્યાત છે અને તેમના મલ્ટિ મિલિયન ઈનિશિયેટિવના મુખ્ય પ્રોજેક્ટમાં નોર્ધમ્પ્ટનમાં હિન્દુ મંદિર અને કોમ્યુનિટી સેન્ટરના નિર્માણનો સમાવેશ થાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter