લંડનઃ લોહાણા કોમ્યુનિટી યુનાઈટેડ કિંગ્ડમ (LCUK) દ્વારા આયોજિત LIBF Expo 2026 મુંબઈ કોલિંગ ડિનર ઈવેન્ટ ભારે માહિતીપ્રદ અને સુનિયોજિત રહ્યો હતો. ડિનર ઉત્કૃષ્ટ હતું અને ચર્ચાઓ થકી આગામી બિઝનેસ ફોરમ તેમજ વિશ્વભરના લોહાણા એન્ટ્રેપ્રીન્યોર્સને સાંકળવા અને સશક્ત બનાવવાના વિઝન વિશે મૂલ્યવાન સમજ સાંપડી હતી.
જોકે, આપણા પેરન્ટ્સ અને પૂર્વજોની પેઢીઓમાં ઉદ્યોગસાહસની ભાવના પ્રબળ હતી, તે સંજોગોમાં યુવાન લોકોની હાજરી વધુ પ્રમાણમાં જોવા મળી હોત તો પ્રોત્સાહકારી બની રહેત. અલગ પ્રકારની પ્રતિભાઓ, કૌશલ્ય અને મહેચ્છા ધરાવનારી યુવા પેઢીને સપોર્ટ અને મેન્ટરિંગ મળવાથી આપણી કોમ્યુનિટીની બિઝનેસ વીરાસતની સાતત્યતા અને વિકાસને નિશ્ચિત કરવામાં મદદ મળશે. જો ભવિષ્યના ઈવેન્ટ્સમાં પાર્ટિસિપેન્ટ્સ માટે એકોમોડેશન અને પ્રવાસ વ્યવસ્થાઓ સંબંધિત વધુ વિગતો આપવામાં આવશે તો તે સહાયકારી બની રહેશે.
હું ભવિષ્યના ઈનિશિયેટિવ્ઝમાં હાજર રહેવા અને તેમાં સક્રિયપણે સંકળાઉં તે ઘણું ગમશે, પરંતુ શરૂઆત ક્યાંથી કરવી અથવા આ વિઝનમાં મારાં પોતાનાં કૌશલ્ય અને પ્રતિભાઓ કેવી રીતે શ્રેષ્ઠ યોગદાન આપી શકે તે બાબતે હું અસ્પષ્ટ છું. મારાં જેવી વ્યક્તિઓ લોહાણા બિઝનેસ નેટવર્કને મજબૂત બનાવવા અને વિસ્તારવામાં કેવી રીતે અર્થસભર ભૂમિકા ભજવી શકે તે સમજવામાં સ્પષ્ટ માર્ગદર્શન અથવા મેન્ટોરશિપની તક સાંપડે તે અદ્ભૂત બની રહેશે.
બિઝનેસને આગળ વધારવા અને કોમ્યુનિટીના વિકાસ માટે નાણાકીય રોકાણો મહત્ત્વપૂર્ણ હોવાં વિશે કોઈ શંકા નથી, ત્યારે સમય વધુ મૂલ્યવાન સ્રોત હોવાની ઓળખ કરવાનું પણ વિશેષ મહત્ત્વનું બની રહે છે. મેન્ટોરિંગ, વોલન્ટીઅરીંગ અથવા જ્ઞાનમાં સહભાગીતા થકી સમયને સમર્પિત કરવાની તૈયારી ટકાઉ અસર સર્જી શકે છે અને અન્યોને આ જ ભાવના સાથે અનુસરવાની પ્રેરણા આપી શકે છે. ઘણી વખત સાચી પ્રગતિ માત્ર નાણા થકી આવતી નથી, પરંતુ લોકો સહભાગી ઉદ્દેશ માટે સમય અને પ્રતિબદ્ધતા પૂરી પાડવા તૈયાર રહે તેનાથી આવતી હોય છે.
સમગ્રતયા, વૈશ્વિક રીતે લોહાણા સમુદાયને એકસંપ કરવા અને ઉત્થાનનો ઈનિશિયેટિવ ખરેખર કાબિલેદાદ છે અને ભાવિ પેઢીને પ્રેરણા પૂરી પાડવાનું મહાન કાર્ય છે.


