મુંબઈઃ બહુક્ષેત્રીય આંતરરાષ્ટ્રીય વેપાર અને બિઝનેસ નેટવર્કિંગ ત્રિદિવસીય ઈવેન્ટ LIBF Expo 2026– મુંબઈ કોલિંગનું મુંબઈમાં સફળ આયોજન કરાયું હતું. 30 જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી, 2026 સુધીના આ ત્રિદિવસીય ઈવેન્ટમાં ભારતીય એન્ટરપ્રાઈઝીસને વૈશ્વિક બજારો સાથે સાંકળતા ક્ષેત્ર આધારિત પ્લેફોર્મ્સની વધતી મહત્તા ઉજાગર થઈ હતી. આ ઈવેન્ટે 35,000થી વધુ મુલાકાતીઓને આકર્ષ્યા હતા.
આ ઈવેન્ટમાં 18થી વધુ ગ્લોબલ કન્વેન્શન્સ, 25થી વધુ દેશની હાજરી, 30થી વધુ ઈન્ડસ્ટ્રીઝનું પ્રતિનિધિત્વ તેમજ ફાઈનાન્સિયલ સર્વિસીસ, હેલ્થકેર, લીગલ સર્વિસીસ, લોજિસ્ટિક્સ, મેન્યુફેક્ચરિંગ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઉભરતી ટેકનોલોજીસ સહિના ક્ષેત્રો સાથે સંકળાયેલા 246 એક્ઝિબીટર્સ નોંધપાત્ર બાબતો રહી હતી. મુંબઈના જિઓ વર્લ્ડ કન્વેન્શન સેન્ટર ખાતે આયોજિત એક્સ્પો ઈવેન્ટમાં બિઝનેસ લીડર્સ, સંસ્થાકીય પ્રતિનિધિઓ, ઈન્વેસ્ટરો, પોલિસીમેકર્સ અને સેક્ટર સ્પેશિયાલિસ્ટો એક મંચ પર જોવા મળ્યા હતા. આયોજકોએ આ પ્લેટફોર્મને ભારત, ગલ્ફ વિસ્તાર, આફ્રિકા, યુરોપ, યુકે, નોર્થ અમેરિકા અને એશિયા-પાસિફિક બજારોને વચ્ચે એન્ટરપ્રાઈઝ ઈકોસિસ્ટમ્સને સંકલિત કરતા મંચ તરીકે ઉજાગર કર્યું હતું.
ખાસ પસંદ કરાયેલા 10,000થી વધુ બિઝનેસ અને પ્રોફેશનલ પાર્ટિસિપેન્ટ્સ સેક્ટર કન્વેન્શન્સ, ઈન્ડસ્ટ્રી રાઉન્ડ ટેબલ્સ અને વેપાર કેન્દ્રિત સેશન્સમાં જોડાયા હતા. તેમણે સરહદ પારની વિસ્તરણ ર–નીતિઓ, સપ્લાય ચેઈન્સ વૈવિધ્યીકરણ, રેગ્યુલેટરી કોમ્પ્લાયન્સ ફ્રેમવર્ક્સ તેમજ ઉભરતાં અને વિકસિત માર્કેટ્સના મૂડી સુવિધાઓ સંદર્ભે ચર્ચાઓ કરી હતી. ઈન્ડસ્ટ્રીના પાર્ટિસિપેન્ટ્સે ઉત્પાદન મથક અને સર્વિસીસ નિકાસ કેન્દ્ર તરીકે ભારતમાં વધી રહેલા રસ તેમજ ભારતીય લઘુ અને મધ્યમ સ્તરના સાહસોના બહારની તરફ વિસ્તરણ પર પ્રકાશ પાથર્યો હતો.
ટ્રેડ કોરિડોર ફોકસ અને ઈન્ડસ્ટ્રી પાર્ટિસિપેશન
LIBF આફ્રિકા, GCC, યુરોપ, નોર્થ અમેરિકા, એશિયા-પાસિફિક અને ઓશેનિઆ બજારોના 25 દેશોમાં હિસ્સેદારોને સાંકળતા આંતરરાષ્ટ્રીય એન્ટરપ્રાઈઝ અને પ્રોફેશનલ નેટવર્કિંગ પ્લેટફોર્મ તરીકે કાર્ય કરે છે. એક્સ્પોમાં બિઝનેસ કોન્ફરન્સોએ ભારત અને GCC દેશો, આફ્રિકા, યુરોપ અને યુએસએના હાઈ ગ્રોથ બજારો વચ્ચે વધી રહેલાં વાણિજ્ય સંપર્કોને ઉજાગર કર્યાં હતાં. ભાગ લેનારાઓએ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પાર્ટનરશિપ્સ, IT, AI અને ડિજિટલ સર્વિસીસ, લોજિસ્ટિક્સ, આયાત અને નિકાસ તથા સ્પેશિલાઈઝ્ડ સપ્લાય ચેઈન્સમાં રહેલી તકોને હાઈલાઈટ કરી હતી. આ ઈવેન્ટમાં IMC ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (IMC), ધ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ડાયરેક્ટર્સ (IOD) અને નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (NSDC) સહિત રાષ્ટ્રીય ઈન્ડસ્ટ્રી વહીવટને સાંકળતી સંસ્થાઓની ભાગીદારી પણ તરી આવી હતી.
શિક્ષણ, સામાજિક ઉત્તરદાયિત્વ અને સામુદાયિક પહેલ
વેપાર અને બિઝનેસ પર ધ્યાન કેન્દ્રિત કરવાની સાથોસાથ LIBF Expo 2026 પ્લેટફોર્મમાં બહુલક્ષીમાં સામાજિક ઉત્તરદાયિત્વ અને સમુદાય પર અસર કરનારા ઈનિશિયેટિવ્ઝને પણ સમાવી લેવાયાં હતાં. જેમાં મહિલાઓની આગેવાની હેઠળના ગૃહઉદ્યોગ એકમો, શિક્ષણ અને તાલીમસંસ્થાઓ અને કોમ્યુનિટી કેન્દ્રિત સંસ્થા-સંગઠનો માટેના કોમ્પ્લિમેન્ટરી સ્ટોલ્સ; UAE-કેન્દ્રિત બિઝનેસ એડવાઈઝરી એન્ડ ઓવરસીઝ એક્સ્પાન્શન સપોર્ટના સન્માન; આંતરરાષ્ટ્રીય એવોર્ડ્ઝ થકી વ્યક્તિઓ અને સંસ્થાઓના સન્માન તેમજ બૃહદમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)ની 100 મ્યુનિસિપલ શાળાઓ માટે ક્ષમતાવૃદ્ધિનાં સ્ટ્રક્ચર્ડ એજ્યુકેશન ઈનિશિયેટિવનો સમાવેશ કરાયો હતો.
LIBFના પરોપકારિતા ફ્રેમવર્ક હેઠળ હસ્તાક્ષર કરાયેલા ત્રિપક્ષીય મેમોરેન્ડમ ઓફ અંડરસ્ટેન્ડિંગ અનુસાર ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (QCI), નેશનલ એક્રેડિટેશન બોર્ડ ફોર એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ (NABET) દ્વારા શોર્ટલિસ્ટ કરાયેલી BMC શાળાઓને સર્ટિફિકેશન, એક્રેડિટેશન અને સ્ટ્રક્ચર્ડ ક્ષમતાનિર્માણ પૂરાં પડાશે જ્યારે LIBF દ્વારા કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (CSR) ઈનિશિયેટિવ્ઝ મારફત ગતિશીલ ભંડોળ સહિત કોર્ડિનેટિંગ અને ફેસિલીએટિંગ એજન્સીની કામગીરી કરાશે અને LIBFની પાર્ટનર સંસ્થાઓ નર્ધારિત શાળાઓનાં મેન્ટર તરીકે સેવા આપશે. આ ટકાઉ અને દીર્ઘકાલીન સામાજિક અને શૈક્ષણિક પરિણામો સાથે એન્ટરપ્રાઈઝને સાંકળતો સમન્વયી અભિગમ છે.
સન્માનીય મહાનુભાવોની ઉપસ્થિતિ
એક્સ્પો અને સંકળાયેલા કાર્યક્રમોમાં વરિષ્ઠ પોલિસીમેકર્સ, સંસ્થાકીય અગ્રેસરો, સંરક્ષણ અધિકારીઓ, ન્યાયવિદો, પીઢ ઈન્ડસ્ટ્રી અગ્રણીઓ અને ચીંટાયેલા પ્રતિનિધિઓની નોંધપાત્ર ઉપસ્થિતિ રહી હતી. ઉદ્ઘાટન સમારંભમાં ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીના વિડિયો સંદેશાએ પાર્ટિસિપેન્ટ્સને જવાબદાર બિઝનેસ, નૈતિક વિકાસ અને સેવા આધારિત નેતૃત્વની પ્રેરણા પુરી પાડી હતી. આ ઈવેન્ટમાં ઉપસ્થિત વિશિષ્ટ મહાનુભાવોમાં ભારતના સંરક્ષણ મંત્રાલયના મિલિટરી એફેર્સ વિભાગના એડિશનલ સેક્રેટરી વાઈસ એડમિરલ અતુલ આનંદ AVSM, VSM; નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા (NSE)ના મેનેજિંગ ડાયરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર આશિષ કુમાર ચૌહાણ અને મોતીલાલ ઓશવાલ ફાઈનાન્સિયલ સર્વિસીસ લિમિટેડના સહસ્થાપક, ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર મોતીલાલ ઓશવાલનો સમાવેશ થયો હતો.
અમૃતા ફડનવીસ ઈન્ટરનેશનલ એવોર્ડ્સ સમારંભમાં અતિથિવિશેષપદે ઉપસ્થિત રહ્યાં હતાં જેના થકી શ્રેષ્ઠતા, નેતૃત્વ અને વૈશ્વિક સહકારને ઉજવતા પ્લેટફોર્મને પ્રતિષ્ઠા અને અર્થસભર મૂલ્ય સાંપડ્યાં હતાં.
એક્સ્પોમાં ઉપસ્થિત અગ્રણી મહાનુભાવો અને વ્યક્તિવિશેષોમાં ભારત સરકારના આયુષ મંત્રાલયના સેક્રેટરી પદ્મશ્રી વૈદ્ય રાજેશ કોટેચા; ભારતના એટર્ની જનરલ આર. વેંકટારામાણી; ગ્રેટર મુંબઈના મ્યુનિસિપલ કમિશનર ભુષણ ગાંગરાણી IAS; મોતીલાલ ઓશવાલ ગ્રૂપના ચેરમેન રામદેવ અગ્રવાલ; એડલવેઈઝ મ્યુચ્યુઅલ ફંડના મેનેજિંગ ડાયરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર રાધિકા ગુપ્તા; સુપ્રીમ કોર્ટ ઓફ ઈન્ડિયાના નિવૃત્ત જજ જસ્ટિસ એમ. આર. શાહ; બોમ્બે હાઈકોર્ટના સીનિયર એડવોકેટ અને બોમ્બે બાર એસોસિયેશનના પ્રેસિડેન્ટ નીતિન ઠક્કર અને મુલુન્ડ મતક્ષેત્રના ધારાસભ્ય મિહિર કોટેચાનો સમાવેશ થયો હતો.,
LIBFના ચેરમેન સતીષભાઈ ડી. વિઠલાણી અને ડાયરેક્ટર વિજયભાઈ પી. કારીઆએ સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું કે આ એકસ્પો વૈશ્વિક બજાર સાથે વિશ્વાસ સાથે તાલ મેળવવાનું ભારતીય એન્ટ્રેપ્રીન્યોર્ર્સને સશક્ત બનાવતા સ્ટ્રક્ચર્ડ, સેક્ટર આધારિત પ્લેટફોર્મ્સની જરૂરિયાતને દર્શાવે છે. તેમણે નોંધ્યું હતું કે LIBF એક્સ્પો 2026એ દર્શાવ્યું છે કે વેપાર, પ્રોફેશનલ કૌશલ્ય-જ્ઞાનનો વિનિમય, સંસ્થાગત સહકાર અને કોમ્યુનિટીના ઈનિશિયેટિવ્ઝ કેવી રીતે ટકાઉ ક્રોસ બોર્ડર વિકાસ અને લાંબા ગાળાના આર્થિક સંપર્કો માટેના એક મંચને તાદૃશ્ય બનાવી શકે છે.
ભવિષ્ય તરફ નજર
ગ્લોબલ સપ્લાય ચેઈન્સના વૈવિધ્યીકરણ અને ઉભરતાં બજારો વેપારપ્રવાહોમાં વ્યૂહાત્મક મહત્ત્વ મેળવી રહ્યાં છે ત્યારે સેક્ટર આધારિત બિઝનેસ પ્લેટફોર્મ્સ એન્ટરપ્રાઈઝ કનેક્ટિવિટી, ઈન્વેસ્ટમેન્ટના સંવાદો અને બજારપ્રવેશની પાર્ટનરશિપ્સને શક્ય બનાવવામાં મોટી ભૂમિકા ભજવવાની ધારણા છે.
LIBF એક્સ્પો 2026 પ્રાઈવેટ સેક્ટરની આગેવાની હેઠળ વેપારી સંપર્કો થકી ભારતને ગ્લોબલ એન્ટરપ્રાઈઝ ઈકોસિસ્ટમ્સ સાથે સાંકળવામાં સતત વિકાસને પ્રદર્શિત કરે છે.


