NHSના અઢી લાખ કર્મચારીઓએ પેન્શન પ્લાન છોડ્યો

Wednesday 02nd January 2019 02:04 EST
 
 

લંડનઃ NHSના કર્મચારીઓએ રિટાયરમેન્ટમાં ગરીબી વેઠવી પડશે તેવી ચેતવણી છતાં છેલ્લાં ત્રણ વર્ષમાં ૨૪૫,૫૬૧ કર્મચારીએ NHS પેન્શન સ્કીમ છોડી દીધી હતી.

રોયલ લંડન હોસ્પિટલ દ્વારા જણાવાયું હતું કે જે કર્મચારીઓ આ સ્કીમ છોડવાનું પસંદ કરી રહ્યા છે તેઓ જે રકમ બચાવે છે તેનાથી નવ ગણી પેન્શનની રકમ ગુમાવશે. તે પેન્શન સ્કીમમાંથી નીકળી જાય તો તેઓ માલિક તરફથી ભરાતા હિસ્સાથી પણ વંચિત રહેશે.

નર્સની વાર્ષિક આવક ૨૫,૦૦૦ પાઉન્ડ હોય અને તે પેન્શન સ્કીમમાંથી નીકળી જાય તો તેને ૧,૪૨૦ પાઉન્ડની બચત થશે. પરંતુ, રિટાયરમેન્ટ વખતે આ એક વર્ષનું ગાબડું પૂરવામાં તેને લગભગ ૧૩,૦૦૦ પાઉન્ડનું નુક્સાન જશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter