NHSમાં ૩૫૦,૦૦૦ સ્ટાફની અછત થશેઃ નિષ્ણાતોની ચેતવણી

Wednesday 21st November 2018 01:23 EST
 
 

લંડનઃ આંતરરાષ્ટ્રીય ધોરણોને ધ્યાનમાં લેવાય તો યુકેમાં ડોક્ટર્સ અને નર્સીસ સહિત સ્ટાફની સંખ્યા ઘણી ઓછી છે. NHSમાં કર્મચારીઓની કટોકટી એટલી ખરાબ છે કે ૨૦૩૦ સુધીમાં તેને ચાવીરુપ ૩૫૦,૦૦૦ કર્મચારીની અછતનો સામનો કરવાનો થશે તેવી ચેતવણી ત્રણ અગ્રણી હેલ્થ થિન્કટેન્કના નિષ્ણાતોએ આપી છે. અછતના પરિણામે, દર્દીઓએ સારવાર માટે લાંબી રાહ જોવી પડશે, સારસંભાળની ગુણવત્તાને ફટકો પડશે તેમજ આરોગ્ય સંસ્થાના ૨૦.૫ બિલિયન પાઉન્ડના વધારાના ભંડોળમાંથી ઘણો ઓછો ઉપયોગ થઈ શકશે.

કિંગ્સ ફંડ, નૂફિલ્ડ ટ્રસ્ટ એન્ડ હેલ્થ ફાઉન્ડેશન અનુસારઅત્યારે પણ ઈંગ્લેન્ડમાં ૧૦,૦૦૦ ડોકગ્ટર અને ૪૦,૦૦૦ નર્સીસ સહિત ૧૦૦,૦૦૦ વધુ સ્ટાફની અછત છે. જો નવા સ્ટાફની ભરતી અને તાલીમ પર ધ્યાન નહિ અપાય તો આગામી દાયકામાં હેલ્થકેર માટે જરુરી વર્કર્સ મળશે નહિ. ૨૦૨૦ સુધીમાં જ આવશ્યક સ્ટાફ અને પ્રાપ્ય સંખ્યા વચ્ચેની ખાઈ ૨૫૦,૦૦૦ની નજીક પહોંચી જશે, જે ૨૦૩૦ સુધીમાં ૩૫૦,૦૦૦થી પણ વધી જશે.

NHSમાં આશરે ૧.૨ બિલિયન લોકોને રોજગારી અપાય છે. જોકે, ખાઈ ૨૫૦,૦૦૦ની નજીક પહોંચવાનો અર્થ એ છે કે NHSની છ જગ્યામાંથી એક ખાલી છે. યુકેમાં દર ૩૫૬ વ્યક્તિએ એક ડોક્ટર છે, જેની સરખામણીએ અન્ય વિકસિત દેશોમાં દર ૨૨૭ વ્યક્તિએ એક ડોક્ટર છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter