RBSમાં મહિલા નેતૃત્વઃ યુકેની ચાર મોટી બેન્ક્સમાં પ્રથમ

Sunday 29th September 2019 02:40 EDT
 
 

લંડનઃ રોયલ બેન્ક ઓફ સ્કોટલેન્ડ (RBS) દ્વારા એલિસન રોસને તેના નવા ચીફ એક્ઝિક્યુટિવ બનાવાયા છે. આ સાથે યુકેની ચાર મોટી બેન્કોમાંની એકમાં નેતૃત્વ કરનારાં તેઓ પ્રથમ મહિલા બન્યા છે. એલિસન રોસ ૨૭ વર્ષ અગાઉ ગ્રેજ્યુએટ ટ્રેઈની તરીકે બેન્કમાં જોડાયાં હતાં અને હવે નવેમ્બરમાં વર્તમાન ચીફ એક્ઝિક્યુટિવ રોસ મેક્ઈવાનનું સ્થાન લેશે.

એલિસન રોસને તેમના પુરોગામી કરતા વધુ વાર્ષિક વેતન મળશે. તેમનું વેતન ૧.૧ મિલિયન પાઉન્ડ નક્કી કરાયું છે જ્યારે મેક્ઈવાનનું વેતન એક મિલિયન પાઉન્ડ છે. મિસ રોસ હાલ કોમર્શિયલ એન્ડ પ્રાઈવેટ બેન્કિંગ ડિવિઝનનાં ચીફ એક્ઝિક્યુટિવ છે.

અન્ય બેન્કોમાં પણ મહિલાઓએ મુખ્ય કામગીરી સંભાળી છે. અગાઉ, સેન્ટાન્ડર યુકેનો ચાર્જ એના બોટિને સંભાળ્યો છે જ્યારે વર્જિન મનીને ગયા વર્ષે CYBGને વેચી દેવાઈ તે પહેલા ડેમ જયને-એન ગઢીઆ તેના ચીફ એક્ઝિક્યુટિવ હતાં. જોકે, યુકેની સૌથી મોટી ચાર બેન્કો- RBS, લોઈડ્સ બેન્કિંગ ગ્રૂપ, બાર્કલેઝ અને HSBCમાંથી એકનું નેતૃત્વ સંભાળનારા મિસ રોસ પ્રથમ મહિલા છે. આનો અર્થ એ છે કે RBSમાં સૌથી સીનિયર બે ભૂમિકાઓ મહિલાને હસ્તક રહેશે. કેટી મરે ચીફ ફાઈનાન્સિયલ ઓફિસરની કામગીરી બજાવી રહ્યાં છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter