SGVPના વડા પૂ. માધવપ્રિયદાસજી સ્વામીના 75 વર્ષની ઉજવણી પ્રસંગે ‘અમૃતવંદના મહોત્સવ’

Wednesday 25th February 2026 05:14 EST
 
 

અમદાવાદ: શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ (SGVP) - અમદાવાદના અધ્યક્ષ અને સનાતન સંસ્કૃતિના પ્રખર ઉદ્ઘોષક પરમ પૂજ્ય ગુરુવર્ય શ્રી માધવપ્રિયદાસજી સ્વામી પોતાના જીવનના 75 વર્ષ પૂર્ણ કરી રહ્યા છે. આ પવિત્ર અવસરને વધાવવા માટે પહેલી માર્ચે અમદાવાદના આંગણે એક ભવ્ય અમૃતવંદના મહોત્સવનું આયોજન કરાયું છે.મહામાનવના મહાકાર્યની વંદનાપૂજ્ય સ્વામીજીના આ 75 વર્ષ એટલે કેવળ સમયગાળો નહીં, પરંતુ એક મહામાનવના મહાકાર્યના વર્ષો છે. જેમના હરેક શ્વાસ હિન્દુ ધર્મ અને સનાતન સંસ્કૃતિના રક્ષણ તેમજ પોષણ માટે વપરાયા છે, તેવા સંતના પરોપકારી જીવનના વધામણા કરવાનો આ અવસર છે. ગુરુકુળ સંસ્કૃતિને વિશ્વના ફલક ઉપર પહોંચાડનારા અને ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજના કૃપાપાત્ર શિષ્ય એવા પૂજ્ય સ્વામીજીના સન્માનમાં આ મહોત્સવ ઉજવાશે.‘અમૃતવંદના ગ્રંથ’નું વિમોચન કરાશે. આ અવસરે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વગેરે સહિતના રાજકીય મહાનુભાવો, શ્રેષ્ઠ ધર્માચાર્યો, સાહિત્યકારો, ઉદ્યોગપતિઓ, સમાજશ્રેષ્ઠીઓ  તેમજ વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહેશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter