SKLPC ગોલ્ડન જ્યુબિલી ટ્રેક ટીમે માઉન્ટ સ્નોડોન પર વિજય હાંસલ કર્યો

Wednesday 22nd June 2022 03:09 EDT
 
 

લંડનઃ શ્રી કચ્છ લેવા પટેલ કોમ્યુનિટી (SKLPC)ના સભ્યોની SKLPC ગોલ્ડન જ્યુબિલી ટ્રેક ટીમે વિજય અને લક્ષ હિરાણીની આગેવાની અને જોશના હિરાણી, કિશોર નારદાણી અને દિપક હિરાણીના યોગદાન સાથે ક્વીન્સ જ્યુબિલી વીકેન્ડમાં માઉન્ટ સ્નોડોન પર વિજય હાંસલ કર્યો હતો. આ ગ્રૂપના 40 સભ્યોએ 10 સપ્તાહ સુધી દર રવિવારે સ્ટેનમોર, ડનસ્ટેબલ હિલ્સ, વેન્ડઓવર અને એશરિજ માર્ગો પર વોકિંગ/હાઇકિંગ કર્યું હતું. હાઈકર્સમાં પ્રોફેશનલ્સ, વિદ્યાર્થીઓ, શારીરિક અથવા માનસિક રીતે અશક્ત તેમજ સૌથી નાની (11) અને સૌથી મોટી (68) વયના લોકો પણ સામેલ હતા.

SKLPCએ ઈન્ડિયા ગાર્ડન્સ પ્રોજેક્ટ માટે 6,000 પાઉન્ડથી વધુ રકમ તેમજ ચીજવસ્તુઓનું દાન એકત્ર કર્યું હતું. ડ્રાઇવર્સ, કિચન સ્ટાફ, આયોજકો અને SKLPC મેનેજમેન્ટ દ્વારા આ ઉદ્દેશને સપોર્ટ કરાયો હતો. આ ટીમવર્કની તાકાત છે. તમે જ્યારે સંગઠનમાં કામ કરતા હો ત્યારે ઉંમર જેવી કોઈ બાબત હોતી નથી, તે માત્ર એક સંખ્યા બની રહે છે!

પ્રથમ દિવસ શુક્રવારે રેન્જર્સ પાસ ખાતે ખરાબ હવામાનની આગાહી હોવાથી દિવસ કે રાતે ચડાણ શક્ય ન હતું. આથી, 3 જૂન ગુરુવારે જ પ્લાન બી મુજબ સૂર્યાસ્ત પછી ચડવાની શરૂઆત કરી હતી. આ ચડાણમાં 12 અનુભવી હાઈકર્સ તેમજ ઓગસ્ટ 2022ની આગામી ચેલેન્જ કિલિમાન્જારો માટે ભાગ લેનારાઓ યોગ્ય સાધનસામગ્રી અને ફીટનેસના સારા લેવલ સાથે જોડાયા હતા.

બીજા દિવસ 5 જૂને Pyg Track/ Pen-y-Passનું ચડાણ સવારે 5.30 કલાકે શરૂ કર્યા પછી દરેક ટ્રેકર સવારના 10 વાગ્યે 3051 ફીટની ઊંચાઈના શિખરે પહોંચ્યા હતા અને રેન્જર્સ પાસ થઈને ઉતરાણ કર્યું હતું. સંગઠન અને ટીમવર્કનું વાતાવર્ણ સર્જાય ત્યારે શું હાંસલ થઈ શકે તે આ સાહસમાં કેટલાક ઉત્સાહી ટ્રેકરની ટીપ્પણીઓ પરથી જોઈ શકાય છે.

માયા એચ (વર્ષ 15) – તમામ વયના લોકો સાથે ચાલવાની અને સીધા ચડાણની ટેકરીઓ પર ચડવાની મને ખરેખર મોજ આવી. મારા મિત્રો ઉંઘી રહ્યા હતા ત્યારે તંદુરસ્ત વોક કરી રહેલી કોમ્યુનિટીના હિસ્સા હોવાનું મને ગમ્યું. ઉમંગ એચ - હું નેતાઓ અને મને મદદ કરનારા બધાનો આભાર માનવા ઈચ્છું છું. હું પર્વત ચડી શકીશ તેવું તો મેં સ્વપ્ને પણ વિચાર્યું ન હતું. આનાથી મારો આત્મવિશ્વાસ વધ્યો છે અને માનસિક સુખાકારીમાં સુધારો થયો • નાયા એચ (વર્ષ 11) – મેં કદી વિચાર્યું ન હતું કે સ્નોડોન મને પક્ષી બનાવી દેશે • હિમાની વી (વર્ષ 11) – તમે જ્યારે આરામના ઝોનમાંથી બહાર આવો ત્યારે તમને દીવાલ દેખાય છે. તમારી જાતને આગળ વધારવા તમારે ખોદકામ કરવું પડે છે. તમે સેવાના નામે જેનો આરંભ કર્યો હોય તેને પૂર્ણ કરવામાં આનંદ આવ્યો. SKLPCમાં નવા મિત્રો પણ બનાવ્યા • રતન – સરોવરોની પેલે પારના દૃશ્યો અદ્ભૂત હતાં. જાણે અમે વિશ્વની ટોચ પર બેઠા હોઈએ તેવો અનુભવ થયો. • રેખા – અમને તાલીમ મળી- અમે બીજા પગની આગળ એક પગ મૂક્યો, ઘણુ સરસ SKLP સીમા – વેલ્સમાં આ મારી પ્રથમ સહેલ હતી. ખરેખર સુંદર દેશ છે. મિત્રો અને પરિવાર સાથે સ્નોડોન પર ચઢી જવા આનાથી વધુ સારો માર્ગ કયો હોઈ શકે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter