સરકારની વેબસાઈટ માટે જોબસીકર્સને ફરી કામે ચડવામાં વર્ક કોચીસ કેવી રીતે મદદ કરે છે તે દર્શાવતું નવું અભિયાન તાજેતરમાં જ ડિપાર્ટમેન્ટ ફોર વર્ક એન્ડ પેન્શન્સ (DWP) દ્વારા નવેસરથી લોન્ચ કરાયું છે. આ કેમ્પેઈનનો હેતુ JobHelp વેબસાઈટના ઉપયોગને વધારવાનો તેમજ વર્ક કોચ સપોર્ટ વિશે જાગૃતિ વધારવા, લાયકાત ધરાવતા લોકોને સરકારના કૌશલ્ય, રોજગાર અને સપોર્ટ પ્રોગ્રામ્સ અને ટ્રેઈનિંગ કોર્સીસ વિશે જાણકારી પૂરી પાડવાનો છે.
કોવિડ ૧૯ મહામારી ત્રાટક્યા પછી ભરતી કરાયેલા વધુ ૧૩,૫૦૦ રીક્રુટ્સ સહિત DWPના વર્ક કોચીસનું ‘જોબ્સ આર્મી’ યુકેમાં બેરોજગારીની સમસ્યા હલ કરવા ઓનલાઈન રિસોર્સ JobHelpનો ઉપયોગ કરી રહેલ છે.
JobHelp વેબસાઈટ DWPના વર્ક કોચીસના નિષ્ણાત જ્ઞાનને યુનિવર્સલ ક્રેડિટ (UC) ક્લેઈમ કરી ન શકતા હોય તેવા જોબસીકર્સ માટે ખુલ્લું મૂકવા સાથે UCના કસ્ટમર્સને તેમની નોકરીની શોધના સમયગાળામાં ફરી રીફર કરવા ઓનલાઈન સ્રોતની ઓફર કરે છે.
મહામારીની શરૂઆતથી નોકરી-રોજગારીને અસર થઈ હોય તેવા ૪૭ ટકા વ્હાઈટ વર્કર્સની સરખામણીએ અશ્વેત એશિયન માઈનોરિટી એથનિક (BAME) વર્કર્સના ૫૮ ટકાથી વધુ વર્કર્સને તેની અસર થઈ છે. સૌથી વધુ અસર બાંગલાદેશી (૮૦ ટકા) લોકોને થઈ છે જેમણે તેમની રોજગારીના સંજોગોમાં ફેરફાર થયાનું જણાવ્યું છે. આની સરખામણીએ યુકેમાં ભારતીયોની વસ્તીના ૫૫ ટકા અને પાકિસ્તાની વસ્તીના ૫૮ ટકાને અસર પહોંચી છે. (1)
આ ઉપરાંત, પુરુષોની સરખામણીએ તમામ વંશીયતાની સ્ત્રીઓને અપ્રમાણસર અસર પહોંચી છે. સમગ્રતયા, મહામારીના પરિણામે ૫૨ (બાવન) ટકા સ્ત્રીઓની રોજગારીને અસર થઈ છે જેની સરખામણીએ ૪૫ ટકા પુરુષોની રોજગારીને અસર પહોંચી છે. સ્ત્રીઓમાં ૭૦ ટકા એશિયન મહિલાઓ છે જેમણે તેમની આવકમાં નુકસાન અથવા રોજગારીના સંજોગોમાં ફેરફાર થયાનું જણાવ્યું છે. (2)
મિનિસ્ટર ફોર એમ્પ્લોયમેન્ટ, મિમ્સ ડેવિસ MPના જણાવ્યા અનુસાર,‘ નિયંત્રણો હળવાં થયાં છે ત્યારે નવા લોકો તેમની સાથે જોડાય તેની રાહ જોનારી દેશભરની સંસ્થાઓમાં વધારો થતો રહેશે. જો તમે કામ-નોકરી માટે અરજી કરી રહ્યા હશો તો JobHelp વેબસાઈટ તમને વેકેન્સીઝ શોધવામાં મદદ કરશે અને તમારી અરજીના દરેક તબક્કે તમને સપોર્ટ કરશે. અમે જાણીએ છીએ કે આ સમય પડકારજનક રહ્યો છે પરંતુ, આપણે બહેતર વ્યવસ્થાનું નિર્માણ કરી રહ્યા છીએ ત્યારે બ્રિટનના વર્કફોર્સને મદદ કરવા બાબતે અમે ગંભીર છીએ.’
JobHelpની વધુ માહિતી મેળવવા માટે https://gov.uk/jobhelp વેબસાઈટની મુલાકાત લેવા વિનંતી છે.