ગાંધીનગર સ્થિત અક્ષરધામ ખાતે શુક્રવારે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક વડા પ.પૂ. મહંત સ્વામી મહારાજની ભાજપના વરિષ્ઠ નેતાઓએ મુલાકાત લઇને આશીર્વાદ મેળવ્યા હતા. આ પ્રસંગે પૂ. ઈશ્વરચરણદાસ સ્વામી અને પૂ. બ્રહ્મવિહારી સ્વામીની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. મુલાકાત લેનાર મહાનુભાવોમાં ભાજપના નવનિયુક્ત રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન સિંહા, બી.એલ. સંતોષજી, પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, રત્નાકરજીનો સમાવેશ થતો હતો.


