ડેન્ટલ ઈન્ટર્ન અનિકા વાલિયાને મિસ ઈંગ્લેન્ડ ફોટો હીટની ફાઈનલમાં સ્થાન

Wednesday 06th February 2019 02:29 EST
 
 

લંડનઃ મીડલસેક્સની ૨૩ વર્ષીય ડેન્ટલ ઈન્ટર્ન અનિકા વાલિયાએ મિસ ઈંગ્લેન્ડ ૨૦૧૯માં પ્રવેશ મેળવવા માટે યોજાનારી પ્રથમ મિસ ઈંગ્લેન્ડ ફોટો હીટની ફાઈનલમાં સ્થાન મેળવ્યું છે. તેમના વિશે રસપ્રદ બાબત એ છે કે તે AFC (Anika Food Charity) તરીકે ઓળખાતી પોતાની ચેરિટીનું સંચાલન કરે છે.

મિસ ઈંગ્લેન્ડ સ્પર્ધામાં પ્રવેશ મેળવ્યા બાદ અનિકાએ જણાવ્યું હતું, ‘અમે હોમલેસ લોકોને ભોજનનું વિતરણ કરીએ છીએ તેમ કહેવામાં હું ગૌરવ અનુભવું છું. અમે તેમના માટે ફૂડ બેન્ક તરીકે કામ કરવા સાથે મદદરૂપ થવા જરૂરી સહાય અને કાઉન્સેલિંગ પણ પૂરું પાડીએ છીએ. સમાજમાં તેમના પુનઃવસન માટે અમે સીવી રાઈટીંગ અને કૂકિંગ ક્લાસીસ જેવા વર્ગો ચલાવીએ છીએ. અમે જરૂરતમંદોને ટોઈલેટરીઝ, સેનિટરી કીટ્સ અને ડેન્ટલ કીટ્સનું પણ વિતરણ કરીએ છીએ. AFCમાં અમે ઘરેલૂ હિંસા, એસિડ એટેકનો શિકાર મહિલાઓ તેમજ લર્નિંગ ડિસેબિલીટીઝ અને માનસિક બીમારી ગ્રસ્ત યુવાનોને મદદ કરીએ છીએ.’

જૂન ૨૦૧૯માં યોજાનારી મિસ ઈંગ્લેન્ડની સેમી ફાઈનલમાં સ્થાન સુનિશ્ચિત કરવા અનિકાને વોટીંગ લાઈન્સ બંધ થાય તે પહેલાં મદદ જોઈએ છે. સ્પર્ધકોએ ‘બ્યૂટી વીથ અ પર્પઝ’ માટે ફંડ એકત્ર કરવું પડશે અને મિસ ઈંગ્લેન્ડની સેમી ફાઈનલ સુધી પહોંચવાના તેમના પ્રયાસમાં મદદરૂપ થવા માટે પબ્લિક વોટ દ્વારા સમર્થન મેળવવું પડશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter