અબુ હમઝાના પુત્રનો યુકે પાસપોર્ટ રદ

Monday 10th April 2017 08:36 EDT
 

લંડનઃ ઉદ્દામવાદી મૌલવી અબુ હમઝાનો પુત્ર સુફિયાન મુસ્તફા સીરિયામાં બશર અલ-અસાદના દળો સામે લડવા ગયો હોવાના કારણે તેનો યુકેનો પાસપોર્ટ છીનવી લેવાયો હોવાના મીડિયા અહેવાલો છે. તેણે પોતાનો યુકે પાસપોર્ટ રદ કરાયા વિશે અરેબિક ન્યૂઝપેપર સમક્ષ આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું

કટ્ટરવાદી અબુ હમઝા ત્રાસવાદના અનેક આરોપસર યુએસની જેલમાં છે. યુકે દ્વારા ટ્રાયલનો સામનો કરવા અબુ હમઝાનું યુએસને પ્રત્યાર્પણ કરાયા પછી સુફિયાન મુસ્તફા ૨૦૧૩માં બ્રિટન છોડી ગયો હતો. મુસ્તફા કયા બળવાખોર જૂથ સાથે રહીને લડે છે તે સ્પષ્ટ નથી ત્યારે તેણે અલ-કાયદાના વફાદાર દળો અથવા ઈસ્લામિક સ્ટેટના દળ સાથે રહીને લડવાના અહેવાલો નકાર્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter