અબુ ધાબીના BAPS હિન્દુ મંદિરનું પવિત્ર પરિસર સૂરજના પ્રથમ કિરણોની સાથે પ્રજ્વલિત થયું, ત્યારે સમગ્ર યુએઈમાંથી આશરે 300 જેટલા ઉત્સાહીઓ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવા માટે રવિવારે સવારે છ વાગ્યે એકત્રિત થયા હતા. દરેક વયજૂથના લોકોને એકસાથે લાવીને, આ કાર્યક્રમે મંદિરના પ્રાંગણને સ્વાસ્થ્ય, આત્મચિંતન અને એકતાના કેન્દ્રમાં બદલી નાખ્યું હતું. ઉપસ્થિત લોકોને વિવિધ યોગાસનોનો અભ્યાસ કરાવાયો હતો. સભાને સંબોધતા સ્વામી બ્રહ્મવિહારીદાસજીએ સૌને યોગને પોતાના દૈનિક જીવનનો એક ભાગ બનાવવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે સમજાવ્યું કે નિયમિત યોગાભ્યાસ શરીર, મન અને આત્માના માધ્યમથી આંતરિક તેમજ બાહ્ય રીતે સંવાદિતા (મેળ) જાળવી રાખવામાં મદદ કરે છે.


