દક્ષિણ કાશ્મીર હિમાયલ સ્થિત બાબા અમરનાથના ગુફાની યાત્રાની આ વર્ષે એક સપ્તાહ વહેલી પૂર્ણાહૂતિ થઇ છે. ત્રીજી ઓગસ્ટ - રવિવારે યાત્રાના અંતિમ દિવસે 6000થી વધારે યાત્રાળુઓએ દર્શન કર્યા હતાં. આ સાથે આ વર્ષે બાબા અમરનાથના દર્શન કરનારા કુલ યાત્રાળુઓની સંખ્યા 4.14 લાખ થઈ ગઈ હતી. નોંધનીય છે કે પાછલા વર્ષે કુલ 5.10 લાખ શ્રદ્ધાળુઓએ ગુફા મંદિરમાં દર્શન કર્યા હતાં. ઉલ્લેખનીય છે કે અમરનાથ યાત્રાનું સમાપન આમ તો શ્રાવણી પૂનમ - રક્ષાબંધનના દિવસે થતું હોય છે, પરંતુ આ વર્ષે ભારે વરસાદને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્રે યાત્રાને એક સપ્તાહ ઘટાડવાનો નિર્ણય કર્યો હતો.