અવસાન નોંધઃ હંસાબેન નરોત્તમભાઇ જોગીઆ

Wednesday 13th November 2019 05:24 EST
 
 

હેરોના જાણીતા યુવાન કન્ઝર્વેટીવ કાઉન્સિલર અમીત જોગીઆ તથા પ્રિયા જોગીઆનાં માતુશ્રી હંસાબેન નરોત્તમભાઇ જોગીઆનું તા.૩૧ ઓકટોબરના રોજ કરૂણા મેનોર, હેરો ખાતે દુ:ખદ અવસાન થયું છે. અચાનક જ જીવલેણ કેન્સરનો ભોગ બનનાર હંસાબેનનો જન્મ મ્વાન્ઝામાં થયો હતો અને ૧૯૭૧થી લંડન આવી સ્થાયી થયાં હતાં. એમનાં લગ્ન લીંડી-દારેસલામના નરોત્તમભાઇ સાથે થયાં હતાં. કેન્સર પીડિત પતિ
શ્રી નરોત્તમભાઇની ચિરવિદાયના છ મહિનાથી ઓછા સમયમાં જ હંસાબેન પણ અનંતની યાત્રાએ ચાલ્યાં ગયાં. પરમ કૃપાળુ પરમાત્મા સદગતના આત્માને ચિરશાંતિ આપે એવી પ્રાર્થના.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter