અશ્વેત અને એશિયનની સરખામણીએ શ્વેત નર્સીસને પ્રમોશનની બમણી તક

Tuesday 14th June 2022 16:10 EDT
 
 

લંડનઃ રોયલ કોલેજ ઓફ નર્સિંગ (RCN)ના અભ્યાસમાં સ્પષ્ટ કરાયું છે કે હેલ્થ એન્ડ કેર સેક્ટરમાં રેસિઝમ વકરેલું છે. NHSમાં પ્રવર્તતા માળખાગત રંગભેદના કારણે અશ્વેત અને એશિયન નર્સીસની સરખામણીએ વ્હાઈટ નર્સીસને પ્રમોશનની બમણી તક રહેલી છે.

RCNના સંશોધન મુજબ NHSમાં માળખાગત રંગભેદના કારણે વંશીય લઘુમતી સ્ટાફને નજરઅંદાજ કરવામાં આવે છે અને NHSમાં અશ્વેત અને એશિયન નર્સીસની સરખામણીએ વ્હાઈટ નર્સીસને પ્રમોશનની બમણી તક રહેલી છે. આશરે 10,000 નર્સિંગ સ્ટાફના સર્વેમાં જાણવા મળ્યું છે કે જેઓ વ્હાઈટ અથવા મિશ્ર વંશીય પશ્ચાદભૂત ધરાવતા હોય તેમને કારકીર્દીની શરૂઆતમાં અશ્વેત અને એશિયન સાથીદારોની સરખામણીએ ઓછામાં ઓછું પ્રમોશન મળેલું છે. આ તફાવત 35-44 વયજૂથ વચ્ચે સ્પષ્ટ નજરે પડે છે. ગ્લાસગોમાં RCNની વાર્ષિક કોંગ્રેસમાં પ્રસિદ્ધ કરાયેલા રિપોર્ટ અનુસાર 35-44 વયજૂથમાં 65.9 ટકા વ્હાઈટ અને 64 ટકા મિશ્ર વંશીય મતદારોએ તેમને પ્રમોશન મળ્યાનું જણાવ્યું હતું જ્યારે માત્ર 38.3 ટકા એશિયન અને 35.2 ટકા અશ્વેત નર્સીસે પ્રમોશન મળ્યાનું કહ્યું હતું.

રોયલ કોલેજ ઓફ નર્સિંગે ભરતી, સ્ટાફને જાળવી રાખવા અને કારકિર્દીના વિકાસમાં અસંગતતા દૂર કરવાની કાનૂની જરૂરિયાત અથવા વંશીય લઘુમતી જૂથોના રક્ષણની વધુ જવાબદારી એમ્પ્લોયર્સ પર નાખવા સહિતના પગલાં ભરવા સરકારને જણાવ્યું હતુ. RCNએ જણાવ્યું હતું કે માળખાગત રેસિઝમની વંશીય લઘુમતી સ્ટાફ પર ખરાબ અસર થઈ રહી છે. સર્વેના તારણો જણાવે છે કે હોસ્પિટલો અને કોમ્યુનિટી કેરમાં કામ કરતા અન્ય વંશીય પશ્ચાદભૂ ધરાવતા કર્મચારીઓની સરખામણીએ અશ્વેત કર્મચારીઓ શારીરિક દુર્વ્યવહારના અનુભવોની ફરિયાદ કરે તેવી વધુ શક્યતા છે. કોવિડ-19 મહામારીના ગાળામાં PPE ની અછત હતી ત્યારે અશ્વેત અને વંશીય લઘુમતી કર્મચારીઓને પૂરતાં પ્રમાણ માસ્ક અપાતાં ન હતા અને પ્રોટેક્ટિવ કેલોધિંગ્સને પુનઃ ઉપયોગમાં લેવા સૂચના અપાતી હતી.

આ દેશમાં અશ્વેત, એશિયન અને વંશીય લઘુમતીઓના સૌથી મોટા એમ્પ્લોયર તરીકે NHSએ માળખાગત રેસિઝમ અને ભેદભાવનો સામનો કરવો જોઈએ. હેલ્થકેર ક્ષેત્રમાં વંશીય લઘુમતી પેશન્ટ્સને પણ શ્વેત દર્દીઓની સરખામણીએ સૌથી ખરાબ અનુભવો થતાં હોવાની પણ રજૂઆતો કરાઈ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter