આ ઉંમર એટલે જીવનનો સોનેરી વળાંક

ભવિષ્ય પાસે મારી અપેક્ષા

બિપીનચંદ્ર એ. પટેલ, પેરીવેલ Wednesday 19th April 2023 05:53 EDT
 
 

આપણામાંથી થોડાક પચાસના થયા હશે અને થોડા પંચાવન કે ઉપરના પણ. આ ઉંમર જીવનના સોનેરી વળાંકની છે. તેને સરસ રીતે અને અર્થપૂર્ણ રીતે માણવા માટે આટલું અવશ્ય યાદ રાખો..
• બચાવી રાખેલા પૈસા વાપરવાનો આ શ્રેષ્ઠ સમય છે.
• તમારા ભવિષ્ય પૂરતું રાખીને બાકી તમારા પોતાના જ માટે વાપરવાનું શરૂ કરી દો.
• હરો-ફરો-મોજ કરો અને જીવનસાથી તથા સંતાનો માટે સારી સારી ચીજવસ્તુઓ ખરીદો. આવતી પેઢી માટે મૂકી ના રાખો.
• ઘણી વાર તમે પાડેલા પરસેવાનું મૂલ્ય તેમને સમજાતું હોતું નથી.
• અને હા, હવે નવા મૂડીરોકાણ તો કરશો જ નહીં. વધતી ઉંમરે નવી ઝંઝટમાં ના પડવું એ જ સારું છે.
• સંતાનો માટે તમે આખી જિંદગી તમારાથી બનતું ઘણું બધું કર્યું. હવે તેઓ પોતાનું જીવન સંભાળશે. તેમને પણ સ્વતંત્રતા આપો, અને તમે પણ સ્વતંત્રતા માણો. હા, સંતાનોને જરૂર પડ્યે માર્ગદર્શન જરૂર આપો, પણ તેઓ માગે તો જ. અને હા, તમે તેમના સંતાનોની આર્થિક સ્થિતિની તો બિલકુલ ચિંતા ના કરશો.
• તન અને મન હંમેશા તંદુરસ્ત રાખો. સાદો છતાં સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ખોરાક, કસરત, વાંચન, આનંદી સ્વભાવ અને પોઝીટીવ વિચારસરણી તમને આમાં બહુ જ મદદરૂપ થશે.
• જીવનસાથી સાથે ખૂબ પ્રેમથી અને આનંદથી રહો. આખી જિંદગી બહુ કામ કર્યા, પરિવારજનોની પણ બહુ ચિંતા કરી. હવેના વર્ષો તમારા બન્નેની મનગમતી પ્રવૃત્તિ સાથે પસાર કરો. આવનારા વર્ષોમાં તેની અથવા તમારી ચિરવિદાયનો પ્રસંગ આવે તે પૂર્વે એક સ-રસ અને ભરપૂર જિંદગી જીવી લો.
(સોશિયલ મીડિયામાં ઉપલબ્ધ માહિતીના આધારે...)
(સબસ્ક્રિપ્શન આઇડીઃ 353059)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter