આ ચૂંટણીમાં સૌથી મહત્ત્વનો પ્રશ્ન એ છે કે યોગ્ય રીતે બ્રેક્ઝિટ થાય અને સમગ્ર યુકેના લોકોનાં જીવન સુધારવા માટે તેનો ઉપયોગ કરી શકાય તેવી મજબૂત નેતાગીરી કોણ આપી શકશે? આનાથી વધુ મહત્ત્વનું બીજું કાંઈ નથી કારણકે આ વાટાઘાટો યોગ્ય રીતે થાય તે બ્રિટનને માત્ર આગામી પાંચ વર્ષ માટે નહિ પરંતુ, વર્ષો સુધી બ્રિટનને વધુ સારું બનાવવા માટેની આ તક છે.
બ્રેક્ઝિટ પછીના બ્રિટનની મારી એક મહત્ત્વાકાંક્ષી કલ્પના છે, યુકે માટે યુરોપ ખંડથી પણ આગળ નવી વૈશ્વિક ભૂમિકાનું ઘડતર કરવું. આથી જ, ગત નવેમ્બરમાં વડા પ્રધાન તરીકે મારું પ્રથમ ટ્રેડ મિશન ઈન્ડિયાનું હતું, જેના પરિણામે યુકે અને ભારતીય કંપનીઓ વચ્ચે ૧.૨ બિલિયનના મૂલ્યનો બિઝનેસ થયો હતો. આગામી વર્ષોમાં આપણે આ બે મહાન રાષ્ટ્રોની પ્રજા વચ્ચે વધુ ગાઢ સંબંધોનું સર્જન કરીએ તે માટે હું મક્કમ છું.
યુકેમાં ભારતીય મૂળના આશરે ૧.૫ મિલિયન લોકો વસે છે ત્યારે આપણા રાષ્ટ્રીય જીવનમાં ભારતીય ડાયસ્પોરા મહત્ત્વની ભૂમિકા ભજવે છે. એશિયન એન્ટ્રેપ્રીન્યોર્સ, વેપારી લોકો અને પબ્લિક સર્વન્ટ્સ સખત મહેનત અને જીવનમાં આગળ વધવા સાથે આપણા સમાજમાં નોંધપાત્ર પ્રદાન કરે છે. ઉદાહરણ જોઈએ તો, બ્રિટિશ ઈન્ડિયન્સ ૭૩.૪ ટકાનો એમ્પ્લોયમેન્ટ રેટ ધરાવે છે, જે કોઈ પણ વંશીય લઘુમતી કોમ્યુનિટીમાં સૌથી ઊંચો છે.
જોકે, સંશોધન અનુસાર એ-લેવલના શિક્ષિત અશ્વેત, એશિયન અને એથનિક માઈનોરિટી લોકોમાટે ૧૭ ટકાની અને ડીગ્રી લેવલે ૧૦ ટકાની વેતનખાઈ છે. માત્ર ત્વચાના રંગથી અલગ હોવાના કારણે વિવિધ વંશીય જૂથોના લોકોને કરાતા અન્યાયનો અંત આવવો જોઈએ. આથી, મોટા એમ્પ્લોયર્સ વિવિધ વંશીય જૂથોના લોકોને તેઓ કેવી રીતે વેતન આપે છે તેનો તફાવત જાહેર કરે તેમ આપણે કરીશું, જે આપણે સ્ત્રીઓ બાબતે કર્યું છે.
રાષ્ટ્રીય પરિવર્તનની આ મહાન ક્ષણે એ મહત્ત્વનું છે કે આપણે એક પગલું પાછળ લઈને આપણી જાતને પૂછીએ કે આપણે દેશને કેવો બનાવવા ઈચ્છીએ છીએ. માન્ચેસ્ટરમાં ગત સપ્તાહના ઘૃણાસ્પદ હુમલા પછી મને એ વાતનું ગૌરવ છે કે આપણો દેશ જે રીતે એકસંપ થઈને ઉભો રહ્યો અને કોઈ પણ શંકા વિના વિના દર્શાવ્યું કે આવી બાબતો આપણને કદી વિભાજિત કરી શકશે નહિ.
હું એક બાબતે સ્પષ્ટ છું કે દરેક માટે કામમાં આવે તેવો દેશ મારે જોઈએ છે. અને હું મજબૂતપણે માનું છું કે આપણે કરી શકીએ-અને કરવું જ જોઈશે કે આપણે આ તકનો ‘Great Meritocracy ’ના નિર્માણમાં કરીએ, એવો દેશ જ્યાં લોકો પોતાની પશ્ચાદભૂ કે તેઓ ક્યાંથી આવ્યાં છે તેને ધ્યાનમાં લીધા વિના પોતાની પ્રતિભાઓના બળે આગળ વધી શકે.
આ સંદર્ભે, વડા પ્રધાન તરીકે મારું પ્રથમ કાર્ય જાતીય અસમાનતાનું ઓડિટ સ્થાપવાનું હતુ, જે આપણી જાહેર સેવાઓ વિવિધ પશ્ચાદભૂના લોકો સાથે કેવો વ્યવહાર કરે છે તેના પર પ્રકાશ પાથરશે. આનો અર્થ એ છે કે પ્રજા આરોગ્ય, શિક્ષણ, રોજગાર અને ચાઈલ્ડકેર જેવા ચાવીરુપ મુદ્દાઓ પર કરાતા વ્યવહારથી તેમની જાતિ પર કેવી અસર થાય છે તે તપાસી શકશે. જુલાઈ માસમાં તેના તારણો પ્રસિદ્ધ કરાશે ત્યારે તે વાંચવું અનુકૂળ નહિ જણાય પરંતુ, મારાં વડપણ હેઠળની સરકાર આ મુશ્કેલ સત્યોથી મુખ ફેરવી નહિ લે અને અમે આ તારણો પર કાર્યવાહી કરીશું.
અમારા મેનિફેસ્ટોમાં સ્થિર વિકાસનું અર્થતંત્ર, તેમજ મજબૂત, ન્યાયી અને વધુ સમૃદ્ધ બ્રિટન આપવાની યોજના દર્શાવાઈ છે. લેબર અને લિબરલ ડેમોક્રેટ્સથી વિપરીત, અમે ફેઈથ સ્કૂલને રક્ષણ આપીશું અને વિસ્તૃત કરીશું તેમજ પેરન્ટ્સ ઈચ્છે તેવાં વિસ્તારોમાં ગ્રામર સ્કૂલ્સ,ને વિસ્તરણની છૂટ આપીશું.
અમારો રેકોર્ડ સ્વચ્છ છે. મેં તાજેતરમાં બર્મિંગહામ ખાતે સુંદર નિષ્કામ શીખ સ્કૂલની મુલાકાત લીધી હતી તેવી હિન્દુ અને શીખ ફ્રી સ્કૂલ્સ સ્થાનિક કોમ્યુનિટીઝ સ્થાપી શકે તે અમારી ટીમે શક્ય બનાવ્યું છે. આ શાળાઓ બાળકોના શિક્ષણમાં પેરન્ટ્સના અવાજને વધુ મહત્ત્વ આપશે. આપણે ઓનલાઈન રેગ્યુલેશન આવે ત્યારે વિશ્વની આગેવાની લઈશું, જેથી આપણો યુવાવર્ગ ઈન્ટરનેટ પર જાય ત્યારે તેમના કલ્યાણ અને સિક્યુરિટીની સુરક્ષા રહે.
આપણે વંશીય લઘુમતી જૂથના ઓર્ગન ડોનર્સની સંખ્યા વધારવા રાષ્ટ્રીય અભિયાન ચલાવીશું જેથી આ જૂથોના પેશન્ટ્સ માટે લાંબી રાહ જોવાનો સમય ઘટે અને જીવન બચાવી શકાય.
આપણી ઔદ્યોગિક રણનીતિ ભવિષ્ય માટે વધુ વેતન, ઉચ્ચ કૌશલ્યપૂર્ણ નોકરીઓ પૂરી પાડશે-એવું ભવિષ્ય જ્યાં બ્રિટન અને ભારતે આપણી સંપૂર્ણ ગર્ભિત ક્ષમતાઓ કાર્યરત બનાવવા સાથે મળીને કામ કરવાનું રહેશે.
વેપાર, મૂલ્યો, સંસ્કૃતિ એને ચોક્કસપણે લોકોની વાત આવે ત્યારે એટલી બધી સમાનતા જણાય છે કે આપણી પાર્ટનરશિપ કુદરતી જ છે. આ સદીનો આરંભ થયો ત્યારથી G20 જૂથનો એવો કોઈ દેશ નથી, જેણે ભારતમાં બ્રિટન કરતા વધુ રોકાણ કર્યું હોય અને ભારત બ્રિટન માટે બીજા ક્રમનું સૌથી મોટુ રોજગારસર્જક છે.
પરંતુ, આપણે આનાથી પણ આગળ વધી શકીએ. વધુ નોકરીઓના સર્જન, વધુ રોકાણ, વધુ વેપાર અને વધુ સહકાર માટે બ્રેક્ઝિટથી આવનારી તકોને આપણે ઝડપી શકીએ. આથી જ, વાટાઘાટો યોગ્ય દિશામાં થાય તે મહત્ત્વનું છે.
આના માટે એવા વડા પ્રધાનના નેતૃત્વની આવશ્યકતા રહેશે, જેઓ બ્રિટનો અવાજ રજૂ કરવા જેટલા શક્તિશાળી-મજબૂત હોય અને એવી સરકાર હોય જે આગામી કટોકટીપૂર્ણ વર્ષોમાં દેશને સલામત રીતે આગળ લઈ જઈ શકે તેવી સ્થિર હોય.
આ ચૂંટણી મહાન રાષ્ટ્રીય તકની પળ છે. આપણે તેનો ઉપયોગ દરેક માટે કાર્યરત દેશની રચના માટે કરીએ.


