વડાપ્રધાન થેરેસા મેએ ચૂંટણી જાહેર કરી દીધી છે. તેઓ લેબર પાર્ટીના નેતા જેરેમી કોર્બીન અને ખુદની લોકપ્રિયતા વચ્ચેના ભારે તફાવતનો લાભ ઉઠાવવાનું રોકી શક્યાં નથી. પરંતુ, આપણે ભૂતકાળમાં અનુભવ્યું છે તેમ ચૂંટણી આપણા માટે છેતરામણી પૂરવાર થાય છે. ટ્રમ્પ ક્લીન્ટનને હરાવશે તેવું કોઈએ વિચાર્યું નહિ હોય અને બ્રેક્ઝિટની તરફેણ કરતા લોકો પણ રેફરન્ડમ જીતી જવાશે તેમ ખરેખર માનતા નહિ હોય.
એક વાત સ્પષ્ટ છે કે તમામ પક્ષોને ફરીથી અશ્વેત અને વંશીય લઘુમતી (BME) મતોની જરૂર પડશે. મે સ્પષ્ટ બ્રેક્ઝિટ માટે આ મત મેળવવા માગે છે. જ્યારે કોર્બીનની ગણતરી લેબર પાર્ટીને બહુમતી મળે તે માટે યુવા વર્ગ અને BME કોમ્યુનિટીના મત મેળવવાની છે.
આપણું કાર્ય વંશીય સમાનતા માટેની મક્કમ માગણી રજૂ કરવાનું છે. નવી સરકાર દ્વારા વંશીય સમાનતાની વિસ્તૃત વ્યૂહનીતિની રચના અને અમલ માટે કેબિનેટ મિનિસ્ટર ફોર રેસની નિમણુક કરાય તે આપણી મુખ્ય માગણી રહેશે. વડાપ્રધાન થેરેસા મે દ્વારા સરકારના તમામ વિભાગોમાં વંશીય સમાનતાનું ઓડિટ હાથ ધરાયું છે અને તેને કોર્બીન અને ફેરોનનું સમર્થન છે.
કૃપા કરીને https://www.generosity.com/community-fundraising/help-put-race-equality-on-2017-election-map વેબસાઈટ મારફતે અમને મદદ કરો.
આગામી ત્રણ અઠવાડિયામાં http://www.obv.org.uk/news-blogs/general-election-register-vote-22nd-may વેબસાઈટ દ્વારા તમારો મત નોંધાવો.
બીજી બાજુ, સામાન્ય ચૂંટણી જાહેર થવાને લીધે MP Shadowing Scheme ની સમયમર્યાદા લંબાવવામાં આવી છે. આપ હજુ પણ http://www.obv.org.uk/what-we-do/schemes-programmes-and-campaigns/obv-mp-shadowing-scheme-2017 પર અરજી કરી શકો છો.

