આઇ.પી. પટેલ - એમબીઇનું નિધન

અવસાન નોંધ

Wednesday 17th January 2024 05:50 EST
 
 

બીએપીએસના ટ્રસ્ટી તરીકે 25 વર્ષ કરતાં પણ વધુ સમય સુધી નમૂનેદાર સેવા આપનાર આઇ.પી. પટેલ - એમબીઇનું 84 વર્ષની વયે 14 જાન્યુઆરીના રોજ નિધન થયું છે. મધ્ય ગુજરાતના આણંદના વતની અને કેટલાય વર્ષોથી લંડનમાં સ્થાયી થયેલા ઇન્દ્રવદન પુરુષોત્તમદાસ પટેલે નિસડનમાં સાકાર થયેલા શિખરબદ્ધ સ્વામિનારાયણ મંદિરના નિર્માણમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. સમુદાયની સેવાક્ષેત્રે પ્રશંસનીય પ્રદાન બદલ વર્ષ 2002માં તેમને એમબીઇના ખિતાબથી સન્માનિત કરાયા હતા. વધુ વિગત માટે સંપર્કઃ ડો. જિજ્ઞેશભાઇ (પુત્ર) 07912 851 842.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter