આજીવન સેવાના ભેખધારી પ.પૂ. પ્રમુખ સ્વામી મહારાજ

- નીતિન પલાણ - કમુબેન પલાણ Wednesday 05th May 2021 03:14 EDT
 
 

આપણે BAPS શ્રી સ્વામીનારાયણ સંસ્થાના પૂર્વ વડા પૂ. પ્રમુખ સ્વામી મહારાજના જીવન વિશે તેમના બાળપણથી તેમના છેલ્લાં શ્વાસ સુધીની વાતો જાણીશું.  

પ્રમુખ સ્વામી મહારાજ – બાળપણ
પ્રમુખ સ્વામી મહારાજનો જન્મ વડોદરાથી ૧૨ કિ.મીના અંતરે આવેલા નાનકડા ગામ ચાણસદ ખાતે ૭ ડિસેમ્બર, ૧૯૨૧ના રોજ થયો હતો. પરંપરા પ્રમાણે તેમના જન્માક્ષર બનાવવામાં આવ્યા હતા. તેમાં જણાવાયું હતું કે આ બાળક ખૂબ મહાન બનશે. તેઓ ભગવાનની પૂજા કરશે અને ભગવાનને ભજવા માટે સંખ્યાબંધ લોકોને પ્રેરણા પૂરી પાડશે. લોકો મોટી સંખ્યામાં તેમના દર્શન માટે આવશે અને તેમણે એક માઈલ દૂરથી તેમના દર્શન કરવા પડશે.    
ચાણસદઃ આ ગામને સંતોના આશીર્વાદ પ્રાપ્ત હતા.ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ તથા યોગીજી મહારાજે ઘણી વખત આ ગામની મુલાકાત લીધી હતી.  
પરિવારઃ તેમના માતાપિતા મોતીભાઈ પ્રભુદાસ પટેલ અને દિવાળીબા મોતીભાઈ પટેલે તેમનું નામ શાંતિલાલ રાખ્યું હતું. તેમને ત્રણ ભાઈ હતા અને છ બહેન હતી. તેમના પિતા ખેડૂત હતા. તેમના માતાપિતા શાસ્ત્રીજી મહારાજના ભક્ત હતા. શાસ્ત્રીજી મહારાજ પ્રત્યે તેમની શ્રદ્ધા અને પ્રતિબદ્ધતા નીચેના ઉદાહરણોમાં જોઈ શકાય છે.
તેમના પૌત્ર ખૂબ બીમાર પડ્યા. દાદા મોતીભાઈએ પૌત્રને ખોળામાં લઈને ઘણાં કલાકો સુધી સ્વામીનારાયણ મંત્રની ધૂન કરી. થોડા સમય પછી તેમનો પૌત્રની આંખો ખૂલવા લાગી અને તે સંપૂર્ણપણે ભાનમાં આવી ગયો અને તદ્ન સ્વસ્થ થઈ ગયો હતો.  
બાળક/છોકરા તરીકેઃ પોતાના સમગ્ર બાળપણ અને કિશોરાવસ્થામાં તેમણે અકલ્પનીય સહનશક્તિ દર્શાવી હતી. ભોજનમાં કોઈ વસ્તુ પ્રત્યે તેમને ગમો - અણગમો ન હતો. તેમનો સ્વભાવ આધ્યાત્મિક હતો. માત્ર ચાર વર્ષની વયથી જ તેઓ પૂજા કરતા હતા. તેઓ ક્યારેય એકાદશી કરવાનું તેમજ દરરોજ બે વખત મંદિરે દર્શનાર્થે જવાનું ચૂકતા ન હતા.  
અભ્યાસઃ તેઓ જે સ્કૂલમાં અભ્યાસ કરતા હતા તે સ્કૂલમાં ધો.૬થી આગળનો અભ્યાસ શક્ય ન હતો. તેથી ૧૧ વર્ષની વયે તેમણે સાધુઓના સામાન્ય આધ્યાત્મિક પ્રોગ્રામમાં એક વર્ષ જોડાવાનો નિર્ણય કર્યો હતો. તેમણે ઘણી મુશ્કેલીઓ વેઠી, વહેલા ઉઠવાનું, રસોઈમાં મદદ કરવાની અને સાફસફાઈ કરવાની. તેઓ દીક્ષા માગવા પણ જતા હતા. સાધુઓએ તેમની દિનચર્યાના ભાગરૂપે આ પ્રવૃત્તિ કરવાની હોય છે.  
શાસ્ત્રીજી મહારાજ સાથેની મુલાકાતઃ
એક વખત શાંતિલાલને રેલવે સ્ટેશન પર શાસ્ત્રીજી મહારાજના દર્શન થયા. વર્ષો પછી આ વાતને યોગીજી મહારાજે યાદ કરી હતી. તેમણે કાળો કોટ પહેર્યો હતો અને મેં શાસ્ત્રીજી મહારાજને કહ્યું કે મહાન મુમુક્ષુ દર્શન કરવા માટે આવ્યા છે.
થોડા દિવસ પછી તેઓ સ્થાનિક ગામડાઓના વિચરણ માટે શાસ્ત્રીજી મહારાજ સાથે જોડાયા હતા. તેમને પહેલી સૂચના અપાઈ હતી. તે મુજબ તેમણે નકોરડા (પાણી પણ પીધા વિના) ઉપવાસ કરવાના હતા. શાંતિલાલ તેમનો અભ્યાસ પૂર્ણ કરી શકે તે માટે શાસ્ત્રીજી મહારાજે તેમને ઘરે પાછા મોકલ્યા હતા.  
એક વર્ષ પછી શાસ્ત્રીજી મહારાજ ચાણસદ પધાર્યા અને તેમના પિતાને કહ્યું કે તેઓ શાંતિલાલને સાધુ બનાવવા માગે છે અને તે તેમનો અભ્યાસ પૂરો કરી શકશે. કમનસીબે, આ બધું વિધિસર થાય તે પહેલા શાસ્ત્રીજી મહારાજને તાકીદે પાછા ફરવું પડ્યું હતું અને વાત ત્યાં અધૂરી રહેતા તેનો અમલ થઈ શક્યો ન હતો..  
એક વર્ષ બીજું પસાર થઈ ગયું. શાંતિલાલ ક્રિકેટ રમતા શીખ્યા હતા અને એક નિષ્ણાત તરવૈયા પણ બની ગયા હતા. એક દિવસ તેઓ ક્રિકેટ રમતા હતા ત્યારે શાસ્ત્રીજી મહારાજના એક ભક્ત રાવજીભાઈ સાઈકલ પર ત્યાં આવ્યા. તેમણે શાસ્ત્રીજી મહારાજનો એક પત્ર તેમને આપ્યો. પત્રમાં તેમણે શાંતિલાલને પોતાની સાથે જોડાઈ જવા માટે અનુરોધ કર્યો હતો.    
તેઓ તરત જ રમત પડતી મૂકીને જતા રહ્યા. તેમના માતાપિતા બન્નેએ તેમને આશીર્વાદ આપ્યા અને શાસ્ત્રીજી મહારાજની બધી સૂચનાઓનું પાલન કરવા અને  તેમની કૃપા મેળવવા જણાવ્યું હતું. તેઓ સાઈકલ પાછળ બેસીને પોતાના મિત્રો અને પરિવારને છોડીને ચાલી નીકળ્યા. તેમના જીવનના આ ભાગનો અંત આવવાનો છે તે તેઓ સારી રીતે જાણતા હતા. બે અઠવાડિયા પછી શાંતિલાલ અમદાવાદની આંબલી પોળમાં આવેલા BAPS મંદિરે આવ્યા હતા. તેઓ ખૂબ થાકી ગયા હતા અને તેમને તાવ હતો. શાસ્ત્રીજી મહારાજ મંદિરે આવ્યા હતા અને તેમને આશીર્વાદ આપ્યા હતા અને કહ્યું કે તમારો તાવ હવે જતો રહેશે અને ફરી પાછો આવશે નહીં. 

સાધુ તરીકેની યાત્રાઃ
ત્રણ દિવસ પછી તેમને પાર્ષદ બનાવવામાં આવ્યા હતા.તે સાધુ જીવનનો પ્રથમ તબક્કો છે. ૨૨ નવેમ્બર ૧૯૩૯ ના રોજ તેઓ પાર્ષદ બન્યા ત્યારે તેઓ ૧૮ વર્ષના હતા. શાસ્ત્રીજી મહારાજે તેમને આશીર્વાદ આપ્યા, તમને ખૂબ શક્તિ પ્રાપ્ત થશે. તમને ભગવાનની કૃપા મળશે. પોતાના નામ અને સ્વભાવ પ્રમાણે શાંતિલાલે
સાધુતાના માર્ગે પ્રયાણ કર્યું. કોઈ જાહેરાત નહીં, કોઈ ખટપટ નહીં, કોઈ ખળભળાટ નહીં. નદી ખૂબ શાંતિપૂર્વક સાગરમાં ભળી જાય તેમ તેઓ આ પંથમાં ભળી ગયા.  


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter