આઠ વર્ષનો એન્ટ્રેપ્રીન્યોર જેમ્સ ઇંડાં વેચી સપ્તાહે £૨૫૦ કમાય છે

Wednesday 19th July 2017 07:06 EDT
 
 

લંડનઃ એમ કહેવાય છે કે ‘પુત્રના લક્ષણ પારણામાંથી’ ટેમવર્થમાં રહેતા આઠ વર્ષના જુનિયર જેમ્સ વ્યાટ્ટમાં સફળ બિઝનેસમેનના લક્ષણ અત્યારથી જ જોવા મળે છે. તે ઈંડા વેચી પ્રતિ સપ્તાહ ૨૫૦ પાઉન્ડની કમાણી કરે છે. તેણે ગયા મહિનાના પોકેટ મની ૧૦ પાઉન્ડમાંથી પોતાની કંપની ‘મિ. ફ્રી રેન્જ’ની સ્થાપના કરી છે.

આઠ વર્ષનો બિઝનેસમેન જેમ્સ સપ્તાહમાં એક વખત સ્થાનિક ફાર્મ શોપમાંથી જથ્થાબંધ ખરીદી કરે છે અને માતા જ્યોર્જિનાની મદદથી ફેસબુક પેજ મારફત ગ્રાહકોને ઈંડાનું વેચાણ કરે છે. તેણે ગયા સપ્તાહે ૭૫૦ ઈંડાના વેચાણ મારફત ૨૫૦ પાઉન્ડની કમાણી કરી હતી. તેના ૩૫ તો રેગ્યુલર કસ્ટમર છે અને કસ્ટમર બેઝ જે ઝડપથી વધી રહ્યો છે જોતાં તે આ વર્ષે ૧૩ હજાર પાઉન્ડની કમાણી કરી શકે છે.

દુનિયાના મિલિયોનેર્સ કેવી રીતે નાણા બનાવે છે તે વિશેના ચેનલ-ફોરના રિયાલિટી શો ‘How'd You Get So Rich?’માંથી તેણે પ્રેરણા મેળવી છે. જુનિયર જેમ્સને પણ મિલિયોનેર બનવું છે. જુનિયર કહે છે કે, મારી પોતાની કમાણી કરવાનું અને નવા લોકોને મળવાનું રોમાંચકારી લાગે છે. મેં પ્રથમ કમાણી તો લિવરપૂલ ચેમ્પિયન્સ લીગ ફૂટબોલ કિટ ખરીદવામાં વાપરી છે પરંતુ, એક દિવસ ધનવાન બનવા માટે મારા નફાની બચત કરતો રહીશ.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter