સ્વામીનારાયણ સંપ્રદાયના વડતાલના જાણીતા કથા વક્તા પૂ. સ્વામી નિત્યસ્વરૂપદાસજી તા.૨૮ જુલાઈને શનિવારે યુકેની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ રવિવાર તા.૨૯ જુલાઈથી શનિવાર તા.૫ ઓગસ્ટ દરમિયાન શ્રી સ્વામીનારાયણ મહોત્સવ અંતર્ગત શ્રીમદ સત્સંગિજીવન કથા પારાયણ દ્વારા હરિભક્તોને કથાશ્રવણનો લાભ આપશે. તેઓ આગામી તા. ૮ ઓગસ્ટને બુધવાર સુધી યુકેમાં રોકાશે. તેમણે ૨૪ વર્ષ પહેલા વડતાલ પીઠાધિપતિઆચાર્ય અજેન્દ્ર પ્રસાદજીના હસ્તે ભાગવતી દીક્ષા ગ્રહણ કરી હતી. તેમના ૭૦ જેટલા સંતો-પાર્ષદોનું મંડળ ભગવાન સ્વામીનારાયણના ‘સર્વજીવ હિતાવહ’ સંદેશાના પ્રસાર માટે દેશ-વિદેશમાં વિચરણ કરે છે. પૂ. સ્વામી નિત્યસ્વરૂપદાસજીએ પૂ.શતાનંદ સ્વામી દ્વારા રચિત શ્રીમદ સત્સંગિજીવનની કથા પારાયણો ભારતના મોટા શહેરો અને ગામડાઓ તેમજ તીર્થસ્થાનોમાં કરી છે. વિદેશમાં પણ અમેરિકા, લંડન અને સેસલ્સ સહિત અત્યાર સુધીમાં તેમણે ૩૭૫ જેટલી સફળ કથા કરી છે. પૂ. સ્વામી નિત્યસ્વરૂપદાસજીએ સંપૂર્ણ વચનામૃત પર પણ ૩૦૦ કલાકથી વધારે સમય વિવેચન કરીને શ્રીજી મહારાજના સર્વોપરિપણાના અભિપ્રાયને સચોટ રીતે સમજાવ્યો છે. પૂ. સ્વામીની સચોટ અને આચરણ સુસંગત વાણી હજારો ભક્તોના જીવન પરિવર્તન માટે પ્રેરણાદાયી બની છે. તેઓ ભગવાન સ્વામીનારાયણના મૂળભૂત સિદ્ધાંતને પોતાની આગવી શૈલીમાં યોગ્ય ઉદાહરણો સાથે સમજાવે છે.
સંપર્ક. ઘનશ્યામભાઈ પટેલ 07809 608 831


