આપણા અતિથિઃ ગુજરાતી ભાષાના મશાલચી કોકિલાબેન ચોકસી

Saturday 13th August 2022 06:59 EDT
 
 

ગુજરાતી ભાષાને જીવતી,ધબકતી, બોલાતી,સંભળાતી અને વંચાતી રાખવા માટે ઓનલાઇન અલખ જગાડનાર નિવૃત્ત શિક્ષિકા કોકિલાબેન ચોકસી વડોદરાથી U.K. પધાર્યા છે. તેઓ ડિજિટલ અને ઓનલાઇન ટેકનોલોજીનો ઉપયોગ કરીને માતૃભાષા ગુજરાતીનો મહિમા વિશ્વભરમાં વસેલા ગુજરાતીઓ સુધી પહોંચાડવા અથાક પ્રયાસ કરી રહ્યા છે.
કોકિલાબેને ગુજરાતી ભાષા પ્રત્યેના પ્રેમને લઈને એક અનોખું અને પ્રેરણાદાયી અભિયાન 85 વર્ષની વયે કોરોનાકાળમાં શરૂ કર્યું. માતૃભાષાનો વ્યાપક પ્રચાર કરવા માટે તેમને ગુજરાતી સાહિત્ય ફોરમની સ્થાપના કરી જેના માધ્યમથી દર રવિવારે ભારતીય સમય અનુસાર રાત્રે 9 વાગે એક કલાકનો વાર્તાલાપ રજૂ થાય છે . આ વાર્તાલાપના 110 એપિસોડ પૂરા થયા છે અને આજે આ સંસ્થાનાં 1700 જેટલા સભ્યો છે. કોકિલાબેનનો સંપર્ક તેમનાં નાના બેન અલકાબેનના મોબાઇલ 07828 480596 પર કરી શકાય.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter