આપણા અતિથિઃ વિનોદ પટેલ
ગુજરાતના ગૌરવવંતા કલાકાર, ખ્યાતનામ આંતરરાષ્ટ્રીય ગાયક શ્રી વિનોદ પટેલ લંડનની મુલાકાતે આવ્યા છે. 35 જેટલા દેશોમાં 3280થી વધુ સંગીત કાર્યક્રમો આપી ચૂકેલા વિનોદભાઈ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ વિદ્યાલય રાજકોટથી શિક્ષિત અને આકાશવાણી રાજકોટના એ ગ્રેડના કલાકાર છે. લંડનમાં તેમનો સંપર્ક આ નંબર પર કરી શકાશે- +44 7415611566. સંગીત નૃત્ય્નાટ્ય અકાદમી ગાંધીનગર દ્વારા ગુજરાત ગૌરવ અવાર્ડ સહિત દેશ-વિદેશમાં 15થી વધુ એવાર્ડથી સન્માનિત થયેલા વિનોદભાઈની કલાને સંગીત અને ધાર્મિક ક્ષેત્રની હસ્તીઓ ખાસ બિરદાવ્યું છે.
•••
આપણા અતિથિઃ ડો. ધીરેન્દ્ર મહેતા
દિલ્હી સાહિત્ય અકાદમી એવૉર્ડથી પરિષ્કૃત 'છાવણી'ના સર્જક ડૉ .ધીરેન્દ્ર મહેતા હાલ UKમાં છે અને થોડો વખત અહીંયા એમની દીકરીને ત્યાં Dorsetમાં રહેવાના છે. આ દરમિયાન લંડન પણ આવવાના છે. ધીરેન્દ્રભાઈનો સંપર્ક આ નંબર પર કરી શકાશે- 44 7780 994349.
નવલકથાકાર, વાર્તાકાર, કવિ, સંપાદક વિવેચક અને સંશોધક પત્રકાર અને અધ્યાપક તરીકે ગુજરાતી સાહિત્યમાં ડૉ .ધીરેન્દ્ર મહેતા સૌ જાણીતું નામ છે. કચ્છ ગુજરાતનો અનેક રીતે વૈવિધ્ય ધરાવતો વિશિષ્ટ પ્રદેશ. ગુજરાતી સાહિત્યની વાત નીકળે અને કચ્છના સર્જકોની યાદી કરવા બેસીએ ત્યારે ભુજના ડૉ. મહેતા સૌ પ્રથમ યાદ આવે. સાહિત્યરસિકોને કચ્છ શબ્દ સાથે ભૂકંપ અને 'છાવણી' શબ્દ પણ કાને પડ્યા વગર રહે નહીં . ભૂકંપના પરિવેશને ઝીલતી કરુણ, લાચાર સંવેદનાઓની જીવતી જાગતી કલાકૃતિ છે 'છાવણી'.
તેમના નવલકથા, ટૂંકીવાર્તા,કાવ્ય,બાળ સાહિત્ય, વિવેચન ,સંશોધન જેવા અલગ અલગ સાહિત્યસ્વરૂપમાં મળીને ચાલીસથી વધુ પુસ્તકો પ્રકાશિત થઈ ચૂકયા છે.


