આપણા અતિથિઃ સતીષભાઇ વિઠલાણી

Wednesday 18th May 2022 06:58 EDT
 
 

શ્રી લોહાણા મહાપરિષદના પ્રમુખ શ્રી સતીષભાઇ વિઠલાણી હાલ યુકેના પ્રવાસે આવ્યા છે. આ દરમિયાન તેઓ ધ લોહાણા કોમ્યુનિટી નોર્થ લંડન દ્વારા આયોજિત મિટીંગમાં હાજરી આપશે. શ્રી લોહાણા મહાપરિષદ વિશ્વભરમાં વસતાં 3.5 મિલિયન લોહાણાનું પ્રતિનિધિત્વ કરે છે. શ્રી સતીષભાઇના નેતૃત્વમાં યુવા શાખા સશક્ત થઇ છે અને સમસ્ત લોહાણા મહાપરિષદ વૈશ્વિક સ્તરે વિસ્તરી રહી છે. સતીષભાઇનું વિઝન છે ઉચ્ચ શિક્ષણ, વ્યવસાય વૃદ્ધિ, સામાજિક જવાબદારી અને સહભાગિતા વિસ્તારવાનું. એક એવી મહત્ત્વાકાંક્ષી યોજના પણ આકાર લઇ રહી છે જેના થકી ભારતના કોઇ પણ ખૂણે વસતી લોહાણા યુવા પેઢી વિદેશવાસી લોહાણા યુવા પેઢી સાથે જોડાઇ શકશે અને તેઓ શિક્ષણ, મનોરંજન, વ્યવસાય અને ફેલોશીપ માટે સહયોગ સાધી શકશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter