ભરૂચ પાસે શુક્લતીર્થમાં જન્મેલા અને વડોદરામાં હાઈસ્કૂલના ટીચરથી માંડી પેટલાદની B.Ed. કોલેજના પ્રિન્સિપાલ તરીકે રિટાયર્ડ થયેલ પ્રો. ચંદ્રવદન ચોકસી લંડનની મુલાકાતે આવી રહ્યા છે. તેમની 85 વર્ષની ઉંમરે આજે પણ તેમના સંગમાં જે કોઈ યુવાન કે વૃદ્ધ આવે છે તે જરૂરથી હળવાશને અનુભવ કરે છે. M.A. M.Ed.ની ડિગ્રી સાથે સાથે ખૂબ અભ્યાસુ અને દાર્શનિક હોવાના કારણે ભારતના સામાજિક, શૈક્ષણિક, ધાર્મિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાને જીવંત રાખવામાં તેમનો અમૂલ્ય ફાળો રહ્યો છે. ગુજરાતમાં અનેક સંસ્થાઓ મોટીવેશનલ સ્પીકર તરીકે તેમના કાર્યક્રમોનું આયોજન કરી ચૂકી છે. પ્રો. ચોકસીએ લોકોને તેમના અગાઢ જ્ઞાન અને વકૃત્વથી બહુ જ પ્રભાવિત કર્યા છે. લંડનમાં તેમનું પ્રથમ પ્રવચન પ્રશ્નોત્તરી સાથે ગુજરાતીમાં Zoom પર યોજાયું છે.
વિષયઃ ‘વર્તમાનને માણો અને ભૂતકાળને ભૂલો’ તારીખઃ 1 ઓક્ટોબર - સમયઃ સાંજે 4 થી 5.30 વધુ માહિતી માટે સંપર્કઃ 02084 710 083 • (મોબાઇલ) 07440 415 635


