આરિફ અન્સારી બીબીસી એશિયન નેટવર્કમાં જોડાયા

Saturday 23rd September 2017 08:01 EDT
 
 

લંડનઃ બીબીસી એશિયન નેટવર્ક દ્વારા આરિફ અન્સારીને હેડ ઓફ ન્યૂઝ નિયુક્ત કરવામાં આવ્યા છે. અન્સારી ન્યૂઝ અને કરન્ટ એફેર્સ વિષયો માટે જવાબદાર રહેશે. અન્સારી અગાઉ બીબીસી નોર્થ વેસ્ટ ટુનાઈટ કાર્યક્રમમાં પોલિટિકલ એડિટર હતા તેમજ Sunday Politics NWની રજૂઆત કરતા હતા.

અન્સારીએ ટ્વીટર પર આની જાણકારી આપતા લખ્યું છે કે મને કહેતા આનંદ થાય છે કે હું લંડનસ્થિત બીબીસી એશિયન નેટવર્ક ખાતે હેડ ઓફ ન્યૂઝ તરીકે જોડાઈ રહ્યો છું. અન્સારીએ લેન્કેસ્ટર યુનિવર્સિટીમાં ઈતિહાસના અભ્યાસ પછી લંડનની સિટી યુનિવર્સિટીમાંથી બ્રોડકાસ્ટ જર્નાલિઝમમાં પોસ્ટગ્રેજ્યુએટ અભ્યાસ કર્યો હતો. તેમણે બીબીસી રેડિયો મર્સીસાઈડ અને રેડિયો સિટીમાં ફ્રીલાન્સ જર્નાલિસ્ટ તરીકે કારકિર્દી આરંભી હતી. તેમણે ૨૦૦૮માં પોતાના માનીતા વિષય પોલિટિક્સથી અળગા રહીને થોડા મહિના બીબીસી ન્યૂઝ ઓનલાઈનના મનોરંજન વિભાગ માટે પણ કામગીરી બજાવી હતી. તેમણે યુવાનોને જર્નાલિસ્ટ તરીકે તાલીમ આપવામાં પણ રસ દર્શાવ્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter