તાજેતરમાં ભારતમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદી અને ભાજપના વિજયની આશ્રમ લામ્બેથ એશિયન એલ્ડરલી ડે સેન્ટર દ્વારા ૨૯મી મેના રોજ ઉજવણી કરવામાં આવી હતી. લંડનના સ્ટ્રેધામ હાઈ રોડ પર આવેલા ઈમાનુએલ ચર્ચ હોલ ખાતે રાષ્ટ્રગીત ગાઈને, સંગીત, ગરબા અને નૃત્ય કરીને રાષ્ટ્રધ્વજ ફરકાવીને સેન્ટરના સભ્યો દ્વારા મોદી અને ભાજપના ભવ્ય વિજયની ઉજવણી કરવામાં આવી હતી.
સેન્ટરના ચેરમેન પ્રવિણભાઈ અમીન અને સેક્રેટરી દિનેશભાઈએ આશા વ્યક્ત કરી હતી કે લાંબાકાળની વીરાસતના સિદ્ધાંતો પર ભારતની ખૂબ ઝડપથી વધુ પ્રગતિ થશે અને ભારત તથા યુકે વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો વધુ મજબૂત બનશે. કાર્યક્રમના અંતે સૌએ સ્વાદિષ્ટ ડિનરનો આનંદ માણ્યો હતો.


