ઈંગ્લેન્ડની શાળાઓ માટે ત્રણ વર્ષમાં કુલ £૭.૧ બિલિયન ખર્ચાશે

Wednesday 04th September 2019 02:48 EDT
 
 

લંડનઃ વડા પ્રધાન બોરિસ જ્હોન્સને ઈંગ્લેન્ડની શાળાઓ માટ આગામી ત્રણ વર્ષમાં કુલ ૭.૧ બિલિયન પાઉન્ડ ખર્ચવાની જાહેરાત કરી છે. શાળાઓનાં બજેટમાં ઘટની ચિંતા વ્યક્ત કરાયા પછી આગામી વર્ષે વધુ ૨.૬ બિલિયન પાઉન્ડ અપાશે તેની પછીના વર્ષે વધારીને રકમ ૪.૮ બિલિયન પાઉન્ડ કરાશે. આમ, શાળાઓ ૨૦૨૨-૨૩ સુધીમાં ૭.૧ બિલિયન પાઉન્ડનો ખર્ચ કરી શકશે. ગત દાયકામાં શાળાઓએ આઠ ટકાનો કાપ સહન કરવો પડ્યો હતો.

વડા પ્રધાન જ્હોન્સને જણાવ્યું હતું કે તેઓ તમામ યુવા લોકોને જીવનમાં સંભવિત શ્રેષ્ઠ આરંભ મળે તેની ચોકસાઈ કરવા ઈચ્છે છે, જેનો અર્થ યોગ્ય ભંડોળનો છે. બાળકોના ભવિષ્યની વાત હોય ત્યારે વિજેતા કે પરાજિત હોઈ શકે તેવા ખ્યાલને આપણે સ્વીકારવો જોઈએ નહિ.

શાળાના અગ્રણીઓ ભંડોળની અછત વિશે વિરોધ કરી રહ્યા હતા અને મુખ્ય શિક્ષકોએ શાળાઓ પાસે રોકડ ઘટી રહી હોવાની લેખિત ચેતવણી સાથેના પત્રો પણ લાખો પેરન્ટ્સને પાઠવ્યા હતા. જોકે, ઈન્સ્ટિટ્યૂટ ફોર ફિસ્કલ સ્ટડીઝ દ્વારા જણાવાયું છે કે ભંડોળમાં વધારો શાળાઓનો ખર્ચ કરકસરના સમયગાળા અગાઉ કરાતો હતો તે સ્તરે પહોંચવા પૂરતો હોવો જોઈએ.

વધારાના ભંડોળમાં વિશેષ જરૂરિયાત સાથેના બાળકો માટે તેમજ વિદ્યાર્થીદીઠ ભંડોળનું ન્યૂનતમ સ્તર રહે તે માટેના ૭૦૦ મિલિયન પાઉન્ડનો સમાવેશ થાય છે. સેકન્ડરી શાળાઓને આગામી વર્ષથી વિદ્યાર્થીદીઠ ૫૦૦૦ પાઉન્ડ અને પ્રાઈમરી સ્કૂલ્સને ૨૦૨૧થી વિદ્યાર્થીદીઠ લઘુતમ ૪૦૦૦ પાઉન્ડ મળશે


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter