ઈન્ટરનેશનલ મેમણ ઓર્ગેનાઈઝેશન વિઝન 100ઃ કોમ્યુનિટી વિકાસની બ્લુપ્રિન્ટ

Wednesday 21st January 2026 05:44 EST
 
 

નાઈરોબીઃ ઈન્ટરનેશનલ મેમણ ઓર્ગેનાઈઝેશન (IMO)ના ઈસ્ટ આફ્રિકા ચેપ્ટર દ્વારા આગામી 100 વર્ષના ગાળામાં કોમ્યુનિટીના લાંબા ગાળાના વિકાસ, ગૌરવ અને સશક્તિકરણના માર્ગદર્શન માટેની બ્લુપ્રિન્ટ ‘વિઝન 100’ લોન્ચ કરવામાં આવી છે. નાઈરોબીના મેમણ વિલામાં 9 જાન્યુઆરીએ આયોજિત લોન્ચિંગ ઈવેન્ટ્માં મુખ્ય મહેમાનપદે કેન્યા રિપબ્લિકના પ્રાઈમ કેબિને્ટ સેક્રેટરી મુસાલીઆ મુડાવાડી, કેંબિનેટ સેક્રેટરી ફોર હેલ્થ આડેન ડુઆલે ઉપરાંત, પાર્લામેન્ટના સભ્યો, વરિષ્ઠ રાષ્ટ્રીય નેતાઓ, ઈન્ટર-કોમ્યુનિટી સંસ્થાઓના પ્રતિનિધિઓ, કોમ્યુનિટી અગ્રણીઓ તેમજ આંતરરાષ્ટ્રીય મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.

‘વિઝન 100’ મૂલ્યો આધારિત 100 વર્ષ માટેનું દીર્ઘકાલીન વિઝનનું ફ્રેમવર્ક છે જેમાં મહત્ત્વના આઠ સ્તંભનો સમાવેશ કરાયો છેઃ

 ગૌરવ સાથેના આવાસ શિક્ષણ અને 100 ટકા સાક્ષરતા આધારિતપણા સામે આર્થિક સશક્તિકરણ સુલભ અને પોસાય તેવી હેલ્થકેર  સંસ્કૃતિ અને ભાષાનું જતન  કોમ્યુ નિટી આઉટરીચ અને સહકાર માનસિક અને ભાવનાત્મક કલ્યાણ  દીર્ઘકાલીન કોમ્યુનિટી સ્થિતિસ્થાપકતા અને ઉત્તરદાયિત્વ

આ ફ્રેમવર્ક સિસ્ટમ્સ, સ્સ્ટેનિબિલિટી અને આંતરપેઢીય સાતત્યતાની સાથોસાથ રાષ્ટ્રીય વિકાસમાં કોમ્યુનિટીઓને રચનાત્મક ભાગીદારો તરીકે સાંકળવા પર ભાર મૂકે છે.

આ લોન્ચિંગ ઈવેન્ટમાં IMO ઈસ્ટ આફ્રિકા નેતાગીરીએ સ્પષ્ટ કર્યું હતું કે વિઝન 100 રાજકીય ઈનિશિયેટિવ નથી, પરંતુ કોમ્યુનિટી આધારિત જવાબદાર, માળખા અને લાંબા ગાળાનું આયોજન છે. રાષ્ટ્રીય અને કાઉન્ટી લીડરશિપની હાજરીથી હાઉસિંગ, એજ્યુકેશન, હેલ્થકેર, સામાજિક સુમેળ અને આર્થિક સ્થિરતાના સરકારી પ્રયાસોમાં સંગઠિત કોમ્યુનિટીઓ ભૂમિકા ભજવી શકે છે તેનું મહત્ત્વ દર્શાવ્યું હતું. આ ઈવેન્ટમાં વિવિધ કોમ્યુનિટીઓ, ધર્મ આધારિત સંસ્થા/સંગઠનો, માનવતાવાદી સંસ્થાઓ અને પ્રોફેશનલ સંસ્થાઓનું પ્રતિનિધિત્વ કરતા અગ્રણીઓ પણ હતા જેના થકી સહકાર, સમાવેશિતા અને દીર્ઘકાલીન રાષ્ટ્રનિર્માણ પ્રતિ સહભાગી પ્રતિબદ્ધતા પ્રદર્શિત થઈ હતી. આંતરરાષ્ટ્રીય મહેમાનોએ ઈસ્ટ આફ્રિકાથી પણ આગળ વિઝન 100ની સુસંગતતાને હાઈલાઈટ કરી હતી તેમજ વિશ્વમાં કોમ્યુનિટી આધારિત વિકાસના લાગુ કરી શકાય તેવા મોડેલ તરીકે તેની ગર્ભિત ક્ષમતાની નોંધ લીધી હતી.

વિઝન 100 હવે તેના આઠ સ્તંભમાં માળખાકીય પરામર્શ, પાર્ટનરશિપ્સ અને પાયલોટ ઈનિશિયેટિવ્ઝ સાથે અમલ અને હિસ્સેદારીને સાંકળવાના તબક્કા તરફ ગતિ કરશે. ઈન્ટરનેશનલ મેમણ ઓર્ગેનાઈઝેશને સરકારી સંસ્થાઓ, કોમ્યુનિટી સંગઠનો અને વિકાસના ભાગીદારો સાથે મળી વિઝન 100ને માળખામાંથી અસરકારક બનાવવા પ્રતિબદ્ધતાનો પુનરુચ્ચાર કર્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter