ઈન્ડિયા લિન્ક ઈન્ટરનેશનલ મેગેઝિનના ચીફ એડિટર કૃષ્ણ દેવ રેલેનું અવસાન

Wednesday 27th March 2024 07:34 EDT
 
 

લંડનઃ ઈન્ડિયા લિન્ક ઈન્ટરનેશનલ મેગેઝિનના ચીફ એડિટર કૃષ્ણ દેવ રેલેનું 25 માર્ચ 2024 સોમવારના દિવસે અવસાન થયું હતું. તેઓ 91 વર્ષના હતા. આદરપાત્ર જર્નાલિસ્ટ કૃષ્ણ દેવે 1993માં ઈન્ડિયા લિન્ક ઈન્ટરનેશનલ મેગેઝિનની સ્થાપના કરી હતી. તેઓ લંડનમાં હિન્દુ કલ્ચરલ સોસાયટીના સ્થાપક સભ્ય અને જનરલ સેક્રેટરી હતા.

આ પછી તેમણે હિન્દુ સેન્ટર લંડનના જનરલ સેક્રેટરી અને પ્રેસિડેન્ટ તરીકે પણ કામગીરી બજાવી હતી. તેઓ 1991થી 1995ના ગાળામાં હિન્દુ કાઉન્સિલ ફોર રેસિયલ ઈક્વલિટીના ડાયરેક્ટર અને 2006થી 2014ના ગાળામાં સાઉથ એશિયન ફ્રેન્ડશિપ ફોરમના જનરલ સેક્રેટરી પણ હતા. કૃષ્ણ દેવ રેલે મે 1947માં સ્થાપિત ઈન્ડિયન જર્નાલિસ્ટ્સ’ એસોસિયેશનના દીર્ઘકાલીન સમર્થક હોવા ઉપરાંત, 2019થી એક વર્ષ માટે તેના ટ્રેઝરર પણ રહ્યા હતા.

તેઓ તેમની પાછળ પત્ની વિજય તેમજ ત્રણ બાળકો ગીતા, રોહિત અને રામનને વિલાપ કરતાં છોડી ગયા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter