લંડનઃ ઈસ્ટ આફ્રિકન એશિયન્સ (EAA)ના સભ્યો શનિવાર 6 ડિસેમ્બરના રોજ અનૌપચારિક મેળાવડામાં મળ્યા હતા અને કેન્યા, યુગાન્ડા, ટાન્ઝાનિયા અને આસપાસના વિસ્તારોમાં મૂળ ધરાવતા લોકોએ સંસ્મરણો વાગોળ્યા હતા. આ ઈવેન્ટમાં મહેમાનોને એકબીજા સાથે સંકળાવાની, સ્મરણોમાં સામેલ કરવાની તેમ જ એક સમયે ઈસ્ટ આફ્રિકામાં તેમણે અનુભવેલી સાંસ્કૃતિક સંવાદિતાને ઉજવવાની અનોખી તક સાંપડી હતી. વિવિધ કોમ્યુનિટીના લોકો આ વિસ્તારમાં સાથે રહેતા હતા તેમણે એકતા અને સહિયારા ભૂતકાળની વાતો યાદ કરી હતી.
(વિસ્તૃત અહેવાલ આગામી અંકમાં પ્રસિદ્ધ કરાશે)


