ઉપયોગમાં લેવાયેલી સ્ટેમ્પ્સ વેચવી નહીં

Wednesday 12th December 2018 01:42 EST
 
 

લંડનઃ કવર પરથી ઉપયોગમાં લેવાયેલી સ્ટેમ્પ્સ ચીવટપૂર્વક ઉખાડતી માતાઓ અને લોકલ ચેરિટી માટે તેને બચાવી રાખતા પેન્શનરો મોટી છેતરપિંડીના કેન્દ્રમાં હોવાની ચેરિટી કમિશને ચેતવણી ઉચ્ચારી હતી. સેંકડો ચેરિટીઝ દ્વારા આ રીતે એકત્ર કરાયેલી સ્ટેમ્પ્સ ક્રિમિનલ ગેંગ્સને વેચવામાં આવે છે. તે લોકો સ્ટેમ્પ્સ પરના પોસ્ટમાર્ક કાઢી નાંખવા તેને કેમીકલમાં ધોઈ નાંખે છે અને પોસ્ટેજ માટે માન્ય ગણાવીને ઓનલાઈન વેચી નાખે છે.

ચેરિટી કમિશને ટ્રસ્ટીઓ અને વોલન્ટિયર્સ માટે ચેતવણી જારી કરી છે કે તેઓ સામાન્ય રીતે ‘કિલોવેર’ તરીકે ઓળખાતા વપરાયેલા સ્ટેમ્પસના પેકેજ વેચીને અજાણતાં આ પ્રકારની છેતરપિંડીને પ્રોત્સાહન આપી રહ્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter