ઋષિ અને મુનિની સંયુક્ત ચેતનાનું સ્વરૂપ એટલે સાધુઃ પૂ. મોરારિબાપુ

Saturday 03rd October 2026 16:31 EDT
 
 

રાજકોટ: ઉત્તર પ્રદેશમાં અગ્રવન (આગ્રા)ની ભૂમિ પર પ્રવાહીત થયેલી રામકથા ‘માનસ ઋષિ પંચમીને 23 સપ્ટેમ્બર - બુધવારે વિરામ અપાયો હતો. સમાપનીય સંવાદમાં પૂ. મોરારિબાપુએ કહ્યું હતું કે નવ દિવસીય રામકથા વિરામ લઇ રહી છે ત્યારે સ્વાન્તઃ સુખાય આ રામકથાના મનોરથી કરુણાનિધાન પરિવાર (લલીત ગુપ્તાજી) અને અન્ય સૌએ સેવા કરીને આ કથાને સફળ કરી છે. એ સૌ તરફ મારી પ્રસન્નતા પ્રગટ કરું છું. જગદગુરૂ શંકરાચાર્યજીએ વિવેક ચુડામણી ગ્રંથમાં એક શ્લોકમાં બોધ અને વૈરાગ્યના લક્ષ્ણો દર્શાવ્યા છે. માનસના તુલસીદાસજીએ પણ રામચરિત માનસમાં એ ગુણોના દર્શન કરાવ્યા છે.
શંકરાચાર્યજી કહે છે કે જીવ અને શિવ એક જ શાખા પર બેઠેલા બે પંખીઓ છે. કાલડી (જગદગુરૂનું જન્મસ્થાન)થી કૈલાશ જતા આદિ શંકરજી કહે છે કે ત્રિભુવનનાં પ્રત્યેક પક્ષીને ઉર્ધ્વગમન કરવા માટેની બે પાંખ હોવી જોઇએ અને એ પાંખ છે બોધ અને વૈરાગ્યની. પૂ. મોરારિબાપુએ કહ્યું કે સાધનો બોધ હૃદયની જેમ આગળ હોય અને વૈરાગ્ય ઢાલની જેમ પીઠ પાછળ હોય છે. સાધક-સાધુ-પરંપરામાં એક બીજાને મળે ત્યારે કેમ છો, શું ચાલે છે? એવુ ન પુછે પણ એકમેકને એવું પુછે કે વૈરાગ્ય કેટલો આગળ વધ્યો? એક વર્ષ પૂર્વે મળ્યા’તા તો એ પછી વૈરાગ્ય વધ્યો કે ઘટયો?
પૂ. મોરારિબાપુના હવે પછીની વિશેષ રામકથા 10 ઓક્ટોબરથી 23 ઓક્ટોબર દરમિયાન કન્યાકુમારીથી કેદારનાથ એક-એક દિવસીય રામકથાનું ગાન થશે. આ ‘ભારત સ્વસ્તિક યાત્રા’ રામકથાનું આસ્થા, વૈદિક ટીવી ચેનલ અને બાપુની વેબસાઈટ ચિત્રકૂટ ધામ – તલગાજરડા પરથી નિયમિત જીવંત પ્રસારણ થશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter