એક જ ધર્મના વિદ્યાર્થીઓની સ્કૂલોથી સમાજના વિભાજનનું જોખમ

Wednesday 24th April 2019 03:15 EDT
 
 

લંડનઃ સ્ટીફન ફ્રાય અને ડેવિડ બેડડિયલ જેવી સેલિબ્રિટીઝ એક જ ધર્મના વિદ્યાર્થીઓ ધરાવતી સ્કૂલોના નવા વલણ સામે લડતની યોજના ઘડી રહેલા અગ્રણી ચિંતકો સાથે જોડાયા હતા. તેમનું માનવું છે કે આવી સ્કૂલો સામાજીક સંગઠિતતા માટે સૈદ્ધાંતિક રીતે જોખમી છે.

‘સન્ડે ટાઈમ્સ’માં પ્રકાશિત થયેલા પત્રમાં સહી કરનારા લોકોમાં લેખક ઈયાન મેકએવન, ફિલ્મ ડિરેક્ટર કેન લોચ, બ્રોડકાસ્ટર બેરોનેસ (જોન) બેકવેલ અને ફિલોસોફર એસી ગ્રેલિંગનો સમાવેશ થાય છે. તેમણે ધાર્મિકતાના આધારે પોતાના સો ટકા વિદ્યાર્થીઓની પસંદગી કરી શકે તેવી સ્કૂલોને નાણાં ચૂકવવા અને મંજૂરી આપવાનો નિર્ણય પાછો ખેંચવા સરકારને અનુરોધ કર્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter