હૈદરાબાદઃ જિલ્લાના બંદલગુડા ખાતે સંકષ્ટ ચતુર્થી પ્રસંગે યોજાયેલા ગણેશ ઉત્સવ દરમિયાન 10 કિલોના લાડુની હરાજી કરાઈ હતી. આ લાડુએ રૂ. 2.32 કરોડની સૌથી ઉંચી હરાજી સાથે વિક્રમ સર્જ્યો છે. આ નાણાં વિવિધ સેવાકાર્યોમાં વપરાશે. ગયા વર્ષે આ હરાજી રૂ. 1.87 કરોડ પર અટકી હતી. અઢી કલાક ચાલેલી હરાજીમાં 500 લોકોએ ભાગ લીધો હતો. 42 સ્વૈચ્છિક સંસ્થા ચલાવતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા હરાજી યોજાઇ હતી. 2018થી ગણપતિજીને ધરાવાયેલા લાડુની હરાજી થાય છે. તે વેળા હરાજીનો આંક રૂ. 25,000 પર અટક્યો હતો. પછી 2019માં રૂ. 18.75 લાખ, 2021માં 41 લાખ તો 2023માં લાડુના રૂ. 1.26 કરોડ ઉપજ્યા હતા.