લંડનઃ બ્રિટનમાં એકલવાયું જીવન જીવતા પ્રૌઢોની સંખ્યામાં ગત ૨૦ વર્ષમાં મોટો ઉછાળો આવ્યો છે. નેશનલ ઓફિસ ફોર સ્ટેટેસ્ટિક્સ અનુસાર વર્ષ ૧૯૯૬માં એકલવાયું જીવન જીવતા ૪૫થી ૬૪ વયજૂથનાં ૧૫.૯ લાખ પ્રૌઢની સરખામણીએ ૨૦૧૭માં ૨૪.૩ લાખ લોકો એકલવાયું જીવન જીવે છે.
આ સાથે જ ૭૫થી વધુ વયનાં એકલવાયા લોકોની સંખ્યા પણ ગત ૨૦ વર્ષમાં ૨૫ ટકા જેટલી વધી છે. જોકે, ૨૫થી ૪૪ વયજૂથના યુવાનોમાં એકલવાયું જીવન જીવવાનું પ્રમાણ ૨૦ વર્ષ દરમિયાન ૧૬ ટકા જેટલું ઓછું થયું છે. યુવાનો એકલવાયું જીવન જીવતાં હતા તો તેને મુકાબલે ૨૦૧૭માં ૧૩.૪ લાખ લોકો એકલવાયું જીવન જીવે છે. બ્રિટનમાં છૂટાછેડાનું પ્રમાણ વધ્યું હોવાથી એકલવાયા પ્રૌઢોની સંખ્યા પણ વધી છે.


