એટમિક પ્લાન્ટ્સ, એરપોર્ટ પર આતંકી હુમલાનું જોખમઃ એલર્ટ જારી

Wednesday 05th April 2017 07:16 EDT
 

લંડનઃ બ્રિટનમાં એટમિક પ્લાન્ટ્સ અને એરપોર્ટ પર સંભવિત આતંકવાદી હુમલાને પહોંચી વળવા માટે તૈયાર રહેવાના નિર્દેશ જારી કરાયા છે. હેકર્સ એટમિક પ્લાન્ટ્સ અને એરપોર્ટની સિસ્ટમને ટાર્ગેટ બનાવી શકે છે. અહેવાલો મુજબ અનેક એલર્ટ જારી કરાવા સાથે આતંકવાદીઓએ સજ્જડ સુરક્ષામાં પણ ગાબડાં શોધી કાઢ્યાની ચેતવણી પણ અપાઈ છે.

ગુપ્તચર એજન્સીઓના મતાનુસાર ISIS અને અન્ય આંતકવાદી સંગઠનોએ એરપોર્ટ્સ પર સુરક્ષા તપાસમાંથી છટકવા મોબાઈલ ફોન અને લેપટોપમાં વિસ્ફોટક સામગ્રી ગોઠવવાની ટેકનિક મેળવી લીધી છે. આ માહિતીના સંદર્ભે જ અમેરિકા અને યુકે સહિતના દેશોએ વિમાનમાં લેપટોપ અને મોટા ઈલેક્ટ્રોનિક ઉપકરણો લઈ જવા પર પ્રતિબંધ મુક્યો છે. કમ્પ્યૂટર હેકર્સ પરમાણુ મથકોની સુરક્ષામાં ગાબડાં પાડવા માટે પણ ઉપાયો શોધવાના પ્રયાસો કરી રહ્યા હોવાની પણ શક્યતા છે.

બ્રિટનના એનર્જી મિનિસ્ટર જેસી નોર્મને જણાવ્યું હતું કે સાયબર સિક્યુરિટીને મજબૂત બનાવવા બ્રિટને ૧.૯ બિલિયન પાઉન્ડનો ખર્ચ કર્યો છે. આમ છતાં, સંભવિત સાયબર હુમલાને નિષ્ફળ બનાવવા માટે બધા જ પરમાણુ પ્લાન્ટને એલર્ટ આપી દેવાયું છે. બ્રિટનમાં હાલમાં ૧૫ રિએકટર છે, જે દેશની વીજળીની ૨૦ ટકા જરૂરિયાત પરિપૂર્ણ કરે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter