બુસી-સેંટ-જ્યોર્જેસ (પેરિસ)ઃ ફ્રાન્સના પ્રથમ પરંપરાગત હિન્દુ મંદિર - બીએપીએસ સ્વામિનારાયણ હિન્દુ મંદિર - પેરિસનો ઐતિહાસિક પ્રાણપ્રતિષ્ઠા વિધિ બીએપીએસના આધ્યાત્મિક વડા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના હસ્તે સંપન્ન થયો હતો. ફ્રાન્સ અને વિશ્વભરના હરિભક્તો, સ્વયંસેવકો અને શુભેચ્છકોની વર્ષોની સમર્પિત સેવાથી સાકાર થયેલા આ મંદિરનો વૈદિક પરંપરા અનુસાર થયેલો પ્રાણપ્રતિષ્ઠા વિધિ ફ્રાન્સમાં સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ માટે એક ઐતિહાસિક સીમાચિહ્ન છે. પેરિસ મંદિર મહોત્સવ પ્રસંગે 13 દિવસનો ફેસ્ટિવલ ઓફ કલ્ચર યોજાયો છે. ભારતીય કળા-સંસ્કૃતિની ઝાંખી રજૂ કરતા આ કાર્યક્રમમાં 1500થી વધુ કલાકારો ભાગ લઇ રહ્યા છે તો આ ઐતિહાસિક અવસરના સાક્ષી બનવા 40થી વધુ દેશોમાંથી હરિભક્તો ફ્રાન્સ પહોંચ્યા છે.
(વિશેષ અહેવાલ • પાન 16-17)


