એબેકસ (ABACUS)મેન્ટલ મેથ્સ ચેમ્પિયન વિજેતા કરીના શાહ

Wednesday 13th July 2022 06:13 EDT
 
 

૯ જુલાઇ ૨૦૨૨ના રોજ બ્રેઇન અપ યોજીત છઠ્ઠી વાર્ષિક નેશનલ ટૂર્નામેન્ટનું આયોજન થયું હતું. યુ.કે.ભરમાંથી બાર સેન્ટરોમાંના ૫ થી ૧૩ વર્ષના ૧૦૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. મીલ્ટનકીન્સ સેન્ટરમાં એબેકસ શીખતી કરીનાની એના વર્ગ શિક્ષકે પસંદ કરી એને આ સ્પર્ધામાં સામેલ થવા પ્રેરી. એ વિજેતા બની એથી સેન્ટરની પ્રતિષ્ઠામાં ચાર ચાંદ લાગ્યા.
એઇલ્સબરીમાં રહેતા હીરલ અને હાર્દિક શાહની આ આઠ વર્ષની કરીનાએ ટૂર્નામેન્ટની "ચેમ્પિયન ટ્રોફી" જીતી; માતા-પિતાનું ગૌરવ વધાર્યું. જ્યોત્સનાબહેન ડી.આર. શાહ પરિવારની સૌથી નાની પૌત્રી કરીનાને સમગ્ર પરિવારના અને ABPLGroupના ખૂબ ખૂબ અભિનંદન.
આ બ્રેઇન - અપ મેન્ટલ મેથ્સ શું છે?
એબેકસના ઉપયોગથી ૫ થી ૧૩ વર્ષના બાળકોના અંક ગણિતમાં પાવરધા બનાવતી યુ.કે. સ્થિત માન્ય સંસ્થા છે. બ્રેઇન અપ એબેકસ એ વિશ્વ વ્યાપી એકેડેમી છે. જે ચાઇના, તાઇવાન, હોંગકોંગ, ઇન્ડોનેશીયા, મલેશીયા, સિંગાપોર, યુ.એસ.એ., જાપાન અને અન્ય અનેક દેશોમાં કાર્યરત છે.
“સોરોબન" એ ચાઇનીસ એબેકસનું જાપાનીસ મોડીફિકેશન છે. જેનો ઉપયોગ બ્રેઇન અપ્સ પ્રોગ્રામમાં થાય છે. બીડ્સના માધ્યમથી ગૂંચવણભર્યા સરવાળા, બાદબાકી, ગુણાકાર ને ભાગાકાર સરળતાથી કરવાની ક્ષમતા અને ચોક્સાઇ આવે છે.
એબેકસના લાભ: એબેકસ ડાબા અને જમણા મગજને સમાંતરે જાગ્રત કરી બ્રેઇનના વિકાસમાં સમતુલા જાળવવામાં સહાયરૂપ થાય છે. આ કૌશલ્યના ઉપયોગથી માનસિક કસરત થવાથી બાળકોની અંક ગણિતમાં સમજ શક્તિ વધુ બળવત્તર બને છે. એનાથી આત્મ વિશ્વાસ વધે છે. સમસ્યાના સમાધાનની સમજ કેળવાય છે અને ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદરૂપ થાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter