એવોર્ડ મળ્યાનો બોગસ યુનિવર્સિટીનો દાવો

Wednesday 10th April 2019 03:37 EDT
 
 

લંડનઃ વિશ્વસ્તરની સુવિધાઓ,ગ્લોસી પ્રોસ્પેક્ટસ અને ‘એક્સેલન્સ વીથ અ પર્પઝ’ પોતાનો ઉદ્દેશ હોવાનું જણાવતી યુનિવર્સિટી ઓફ ગ્રાન્ટચેસ્ટર ભણવા માટે યોગ્ય સ્થળ લાગે છે. તેની વેબસાઈટ પર એવી બડાઈ મારવામાં આવી છે કે તેને ૨૦૧૬માં બેસ્ટ કેમ્પસ યુનિવર્સિટીનો એવોર્ડ મળ્યો હતો. તેની આ વાતને ‘સન્ડે ટાઈમ્સ’નું સમર્થન પણ છે.

પરંતુ, યુનિવર્સિટી ઓફ ગ્રાન્ટચેસ્ટર અસલી નથી. તે ચેલ્સી યુનિવર્સિટી, ધ યુનિવર્સિટી ઓફ ન્યૂ કાસલ અને લંડન યુનિવર્સિટી કોલેજ જેવી ૨૪૩ બોગસ શૈક્ષણિક સંસ્થાઓ પૈકીની એક છે. લેબર માર્કેટ આવી સંસ્થાઓની ‘હજારો’ નકલી ડિગ્રીઓથી ઉભરાઈ ગયું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter