ઓપેરા નોર્થ દ્વારા BAME સંગીતકારો માટે રેઝોનન્સ વર્કશોપનું આયોજન

Tuesday 22nd September 2020 06:01 EDT
 
 

 લંડનઃ અશ્વેત, એશિયન અને વંશીય લઘુમતી (BAME) પશ્ચાદભૂ સાથેના સંગીતકારો અને સ્વરનિયોજકો માટેના ‘લોકડાઉન એડિશન’ વર્કશોપ્સની સફળતાના પગલે ઓપેરા નોર્થ (Opera North) તેમના આગામી સ્પ્રિંગના ‘રેઝોનન્સ’ કાર્યક્રમ માટે અરજીઓ મંગાવી રહેલ છે અને તેઓ ઓડિયન્સીસની સમક્ષ જીવંત પરફોર્મન્સીસ કરવાનું આયોજન પણ કરી રહ્યા છે. ૨૦૧૭માં લોન્ચ કરાયેલું અને PRS Foundationનો સપોર્ટ ધરાવતું રેઝોનન્સ નોર્થ ઈંગ્લેન્ડમાં સ્થાયી અને કોઈ પણ પ્રકારમાં કાર્યરત પ્રોફેશનલ સંગીતકારો અને કમ્પોઝર્સને નવા આઈડિયા વિકસાવવા, અન્ય શાખાઓના પરફોરમર્સ સાથે સહયોગ તેમજ પોતાના કાર્યને નવી દિશામાં ફેલાવવાની તક પૂરી પાડે છે.

કોવિડ-૧૯ના સંજોગોના કારણે રેસિડેન્સીઝ માટે નવા અરજદારોને માર્ચ અને એપ્રિલ ૨૦૨૧માં સેન્ટ્રલ લીડ્ઝ ખાતે એક સપ્તાહની ફ્રી રિહર્સલની જગ્યા મળશે. સંકળાયેલા લોકો અને અન્ય ખર્ચાને આવરી લેવા ૩,૫૦૦ પાઉન્ડ સુધીની ગ્રાન્ટ તેમજ ટેક્નિશિયન્સ, પ્રોડ્યુસર્સ અને અન્ય નિષ્ણાતો દ્વારા સપોર્ટ અને સલાહ પણ મળશે. પ્રોજેક્ટના દસ્તાવેજીકરણ માટે શોર્ટ ફિલ્મ, વર્ક ઈન પ્રોગ્રેસ પરફોર્મન્સ અથવા લાઈવ સ્ટ્રીમના વિકલ્પો પણ છે.

સંગીતકારો પર મહામારીની અસરના નિવારણના હેતુસર ઓપેરા નોર્થ દ્વારા તાજેતરમાં રેઝોનન્સ વર્કશોપનું આયોજન કરાયું હતું. ઈનોવેટિવ અને રિમોટ સહયોગી ડીજે નિકનાક અને કવિ ખદિજાહ ઈબ્રાહીમે ઓડિયો આર્કાઈવ્ઝ અને મ્યુઝિક થકી તેમની જમૈકન સંસ્કૃતિને દર્શાવી હતી,ગાયક તાવિયાહે ઘાનાની ક્લાસિકલ વૃંદગાન પરંપરાને તાજી કરી હતી તેમજ ડીજે અને પ્રોડ્યુસર બલરાજ સમરાઈએ સંગીત અને શબ્દો દ્વારા લોકો પર કોવિડની અસરની તવારીખ રજૂ કરીહતી. જાઝ ગાયક અને ગીતલેખક નિશ્લા સ્મિથે ગત એપ્રિલના રેઝોનન્સમાં ‘What Happened to Agnes’ ગીત પર કામ શરુ કર્યું હતું અને આ વર્ષના લોકડાઉન અગાઉ નેશનલ ટુર પર તેની રજૂઆત પણ કરી હતી.

ઓપેરા નોર્થ લીડ્ઝસ્થિત નેશનલ ઓપેરા કંપની યુકેની અગ્રેસર કળાસંસ્થા છે. ઓપેરા નોર્થ પ્રોજેક્ટ્સ ઓપેરાના મૂળ તત્વો શબ્દ, સંગીત, વિઝ્યુઅલ આર્ટ્સ અને પરફોર્મન્સને અલગ તારવી તેને નવી સજાવટ સાથે રજૂ કરે છે. તેનું કાર્ય કળાના પ્રકારો, ટેકનોલોજી અને કળાકારોને અદ્વિતીય પ્રકારે સાથે લાવવાનું છે. ઓપેરો નોર્થના ડાયરેક્ટર ઓફ પ્રોજેક્ટ્સ ડોમિનિક ગ્રે કહે છે કે,‘આગામી રેઝોનન્સ સીરિઝને ખુલ્લી મૂકતા અમને આનંદ થાય છે. દર વર્ષે કાર્યક્રમમાં અનપેક્ષિત સહકાર જોવાં મળે છે જેનાથી અદ્ભૂત સંગીત અને કળાદર્શન જોવાં મળે છે. કળાકારો અને તેમની સર્જકતાને સપોર્ટ કરવો મહત્ત્વનું છે.’

PRS Foundationના ટેલન્ટ ડેવલપમેન્ટ પાર્ટનર્સ નેટવર્કમાં ઓપેરા નોર્થના સભ્યપદથી રેઝોનન્સ સ્કીમ શક્ય બની છેયુકેમાં સંગીત અને પ્રતિભા વિકાસમાં ફંડ આપવામાં અગ્રેસર PRS ફાઉન્ડેશન વ્યક્તિગત સંગીતસર્જકોની પ્રતિભાના વિકાસના વ્યાપક ફલક પર કાર્યરત સંસ્થાઓને મદદ પૂરી પાડે છે.

રેઝોનન્સ ૨૦૨૧નો હિસ્સો બનવા માટે રેસિડન્સીની અરજી કરવા કળાકારોએ Opera Northની વેબસાઈટ પરથી નાનકડું ફોર્મ ભરવાનું રહેશે અને તેને સોમવાર ૧૯ ઓક્ટોબર ૨૦૨૦ના સવારના ૧૦ વાગ્યા સુધીમાં મોકલવાનું રહેશે. રેસિડેન્સી માટે મુખ્ય આર્ટિસ્ટ અશ્વેત, એશિયન અને વંશીય લઘુમતી પશ્ચાદભૂ સાથેના પ્રોફેશનલ કમ્પોઝર, મ્યુઝિશિયન અથવા સંગીતસર્જક હોય, ૧૮ કે તેથી વધુ વયના અને નોર્થ ઓફ ઈંગ્લેન્ડના રહેવાસી હોય તે આવશ્યક છે.

વધુ માહિતી અને અરજીપત્ર માટે operanorth.co.uk વેબસાઈટની મુલાકાત લેશો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter