લંડનઃ બ્રિટિશ હાઈકોર્ટે એક ચૂકાદામાં જણાવ્યું હતું કે ઈમિગ્રેશન રિમુવલ સેન્ટર્સમાં કામ કરવા માટે કલાક દીઠ એક પાઉન્ડના વેતનની ચૂકવણી કાયદેસર છે કારણ કે ત્યાં જે કામ કરવાનું હોય છે તે કંટાળો દૂર કરવા માટેનું હોય છે, આવક ઉભી કરવા માટે નહિ.
ચાર પૂર્વ અને હાલના અટકાયતીઓ દ્વારા દાવો કરાયો હતો કે તેમને ઈમિગ્રેશન રિમુવલ સેન્ટરમાં રખાયા તે દરમિયાન કામ સામે ઓછું વેતન આપીને હોમ ઓફિસ દ્વારા તેમનું ‘શોષણ’ કરવામાં આવ્યું હતું. જસ્ટિસ મુરેને જણાયું હતું કે નીતિ ગેરકાયદેસર હતી. તેમણે જણાવ્યું હતું કે તેમના મતે પેઈડ એક્ટિવિટી માટે નિર્ધારિત દરે વેતન આપવું અમાનવીય નથી. સોલિસીટર ડંકન લુઈસે જણાવ્યું હતું કે દાવેદારો આ ચુકાદા સામે અપીલ કરશે.

